બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર તેમના બિન્દાસ બોલ અંદાજ માટે પ્રખ્યાત છે. ત્યારે થરાદના દુધવા ગામે રાણછોડરાયના મંદિરની પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સંસદ ગેનીબેન ઠાકોરે થરાદના પીએસઆઈને આડે હાથ લીધા હતા. બનાસકાંઠા સંસદ ગેનીબેન ઠાકોરે થરાદના PSI સી.પી ચૌધરીને ભાજપના એન્જટ ગણાવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે.
ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સી.પી.ચૌધરી ગામડે-ગામડે ફરીને ભાજપનો એન્જટ હોય તેમ મિટિંગો કરતો હતો. એ PI કે PSI ન કહેવાય એ ભાજપનો એન્જટ કહેવાય આવા પોલીસવાળાને રાજકારણનો શોખ હોય તો પ્રજાના પૈસાનો પગાર ન લેવાય રાજીનામું આપીને રાજકારણમાં ખુલ્લા મેદાનમાં અવાય એ કેટલે કેટલી 20 સે 100 થાય છે એ ખબર પડે. આવા અધિકારીઓ આપણી મહેરબાનીથી નભતા હોય પ્રજાના પૈસે પગાર લેતા હોય તો એમને ડિપાર્ટમેન્ટનું કામ કરવાનું હોય ન કે ભાજપના કે કોઈ વ્યક્તિના એજન્ટ બનવાનું હોય. એ પણ કાચના ઘરમાં રહેતા હોય તો કોઈના ઉપર ધાકધમકી આપીને દબાણ લાવવાનું કામ ન કરવું જોઈએ. એમના આકાઓ કાયમી સતા ઉપર ન રહે સતા બદલાતી રહે છે એટલે એમને એમની મર્યાદામાં રહેવું જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગેનીબેન ઠાકોર અનેકવાર પોલીસ પર વરસી ચૂક્યા છે. આ પહેલા પણ ગેનીબેને કહ્યું હતું કે, પોલીસ કોંગ્રેસના આગેવાનોના નંબરો લેવા લોકોને ફોન કરે છે. જેના પાસે પોલીસના ફોન આવે એ નંબરો સાચવી રાખજો. પોલીસનું કામ કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે. તમારી સામે કોઈ ફરિયાદ કરે તો તેની સામે એક્શન લેવાનાં કામની જવાબદારી તમારી છે. કોંગ્રેસ આગેવાનોના નંબર લઈ કલેક્શન કરવાનું કામ તમારું કામ નથી. કોંગ્રેસના આગેવાનોને ધાક ધમકી આપવાની તમારે જરૂર નથી. અમારા મતદારો બેઠા છે. તમને કહું છું 10 કે 15 ફરિયાદો થાય તો તૈયારી રાખજો. ફરિયાદોમાં કશુ કઈ થવાનું નથી. પોલીસવાળા દમ દાટી આપે તો એમને કહેજો.
ગઈકાલે પાલનપુરમાં સત્કાર સમારોહમાં બનાસકાંઠાના સંસદ ગેનીબેન ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતા કહ્યું હતું કે બનાસકાંઠા લોકસભાની ચૂંટણીમાં ગાંધીજીની વિચારધારાની સામે નોટ રુપી ગાંધીજી બહુ ચાલ્યા..પણ સત્યનો વિજય થયો. આજે મને અહીં તલવાર આપી છે એ કોઈ હિંસા કરવાં નહિ પણ જ્યાં ખોટું કરતા હોય અને ગાંધી ચીંધ્યા માર્ગથી ન સમજે તો તેમની ભાષામાં સમજાવવા માટે છે. 2024ની ચૂંટણીમાં અન્ય લોકસભાના મતદારો અહીં દાખલ કરાવ્યા હતા..બનાસકાંઠા SP થી માંડીને તમામ ડિપાર્ટમેન્ટ દબાવવાની કોશિશ કરી હતી છેવટે તેમણે પ્રિસાઈડિંગ ઓફિસરોની પણ મિટિંગ કરેલી..પણ બનાસકાંઠાની જનતા સાથે હતી એટલે એમનો પાપનો ઘડો ફૂટી ગયો. આપણે લોકસભાની એક સીટ જીત્યા અને આપણા રાહુલજીને હિંમત આવી અને પ્રધાનમંત્રી સામે આંગળી કરીને કહ્યું કે અમે તમને ગુજરાતમાં હરાવીશું. આપણા ક્યાં બુથોમાં ખોટું થયુ ક્યાં કાર્યકરોને હેરાન કર્યા એનું બધું એનાલિશીશ કરીને એનો રિપોર્ટ બનાવીશું. અને કોંગ્રેસ સમિતિને આપીશું. જો મરાથી કઈક ભૂલ થઈ હોય તો બે હાથ જોડીને માફી માંગુ છું તો મને બહેન માનીને માફ કરશો. હું દિલ્હી ગઈ તો બધા સાંસદો મારી સામે આંગણી કરીને કહેતા મોદી કે ગઢ મેં જીત કે આઈ હે. રાહુલજી લોકસભામાં સિંહ ગર્જના કરે એટલે સામે વાળાઓને 5-5 મિનિટે પાણીનો ગ્લાસ પીવો પડે. અમને તો એ જોવાની એટલી મજા આવે કે જાણે અમારા રાહુલજી પીએમ હોય.