બદલાઈ ગયો ભારત vs આયર્લેન્ડ T20 સિરીઝનો સમય, જાણો કેટલા વાગ્યે શરૂ થશે મેચ

By: Nation Gujarat Team
24 Jun, 2026

India vs Ireland T20 Series : આયર્લેન્ડ અને ભારત વચ્ચેની T20 શ્રેણી 26 જૂનથી શરૂ થશે. બંને દેશો વચ્ચે બે T20 મેચ રમાશે. આ શ્રેણી માટે ટીમ ઈન્ડિયા આયર્લેન્ડ પહોંચી ચૂકી છે. વૈભવ સૂર્યવંશી પણ ભારતીય ટીમનો ભાગ છે અને ચાહકો તેના ડેબ્યૂની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ મેચો આયર્લેન્ડના બેલફાસ્ટમાં યોજાવાની છે. ભારત અને આયર્લેન્ડ વચ્ચેના સમય ઝોનના નોંધપાત્ર તફાવતને જોતાં, ઘણા લોકોના મનમાં સવાલ છે કે મેચો કેટલા વાગ્યે શરૂ થશે ?

T20 મેચો કેટલા વાગ્યે શરૂ થશે ?

ભારત અને આયર્લેન્ડ વચ્ચેની T20 મેચો 26 જૂન અને 28 જૂનના રોજ યોજાશે. આ મેચો ભારતીય માનક સમય (IST) મુજબ સાંજે 6:00 વાગ્યે શરૂ થશે. સામાન્ય રીતે ભારતમાં આયોજિત T20 મેચો સાંજે 7:00 વાગ્યે અથવા સાંજે 7:30 વાગ્યે શરૂ થાય છે. જોકે, મેચો આયર્લેન્ડમાં રમાતી હોવાથી ત્યાંના ટાઈમ ઝોન પ્રમાણે સમય ગોઠવવામાં આવ્યો છે. ચાહકો આ મેચોનું લાઇવ પ્રસારણ સોની સ્પોર્ટ્સ નેટવર્ક ચેનલો અને સોનીલીવ એપ પર જોઈ શકે છે.

સૂર્યકુમાર યાદવના સ્થાને શ્રેયસ ઐયર કેપ્ટન 

BCCIએ આયર્લેન્ડ સામેની T20 આંતરરાષ્ટ્રીય શ્રેણી માટે ટીમની જાહેરાત કરી હતી. જો કે, ત્યારબાદ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. ICC T20 વર્લ્ડ કપમાં ભારતને વિજય અપાવનાર કેપ્ટન સૂર્યકુમાર યાદવને માત્ર કેપ્ટનશીપથી જ હટાવવામાં આવ્યો નથી, પરંતુ તેને ટીમમાંથી સંપૂર્ણપણે બહાર કરી દેવામાં આવ્યો છે. તેના સ્થાને શ્રેયસ ઐયરને નવા કેપ્ટન તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. તો ઘણા યુવા અને નવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

આયર્લેન્ડ શ્રેણી માટે ભારતીય ક્રિકેટ ટીમ

શ્રેયસ અય્યર (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઈસ-કેપ્ટન), સૂર્યાંશ શેડગે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, વરુણ ચક્રવર્તી, પ્રસિદ્ધ ક્રિષ્ના, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી.


Related Posts

Load more