ગઇકાલે વાવ વિઘાનસભાની પેટા ચૂંટણી જાહેરાત થઇ છે આજ રોજ ભાજપે ધારાસભ્ય અર્જૂનસિંહ ચૌહાણની પ્રભારી તરીકે જાહેરાત કરી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટીના બનાસકાંઠાના સ્થાનિક ઉમેદવારે પોતે વાવ બેઠક પર ઉમેદવારી કરશે તેની જાહેરાત કરી દીધી જો કે આ અંગં આપના પ્રમુખ ઇસુદાનને પુછવામા આવ્યુ તો તેમણે જણાવ્યુ છે હજી અમને સુચના જ નથી અમે આ મામલે શિર્ષ નેતૃત્વનુ માર્ગદર્શન લઇશુ પછી જાહેરાત કરીશુ આનો અર્થ એ થયો તે પ્રમુખ ઇસુદાનને આ મામલે કોઇ જાણકારી જ નથી . આ મામલે ગોપાલ ઇટાલીયાએ જણાવ્યુ કે ઇસુદાન અને રમેશ પટેલ જેમણે ઉમેદવાર તરીકે જાહેરાત કરી છે તે બંને સાચા છે તેમણે ઇચ્છા વ્યકત કરી છે અને પાર્ટી નિર્ણય કરશે તો આ બંને નિવેદન અલગ અલગ પડે છે. ગોપાલ અને ઇસુદાનના નિવેદનથી પાર્ટીનો લુલો બચાવ કરતા હોય તેમ સ્પષ્ટ લાગે છે હવે જોવાનુ એ છે કે જો કોંગ્રેસ ત્યા ઉમેદવાર જાહેર કરશે તો વાવમા ત્રી પાખ્યો જંગ જામશે.