પુતિનને વાતચીત કરી યુદ્ધ ખતમ કરવામાં જરાય રસ નહીં, યુક્રેન પર 420 ડ્રોન સાથે ભીષણ હુમલો

By: Nation Gujarat Team
27 Feb, 2026

Russia vs Ukrain War Updates : યુક્રેને જણાવ્યું હતું કે જિનિવામાં અમેરિકા દ્વારા યોજાનારી શાંતિ મંત્રણા પૂર્વે રશિયાએ યુક્રેન પર ભીષણ હુમલો કર્યો છે. લગભગ 420 ડ્રોન અને 39  બેલિસ્ટિક મિસાઇલ સાથે આ હુમલો કરવામાં આવ્યા છે. આ હુમલામાં કોઈનું નિધન તો થયું નથી, પરંતુ બાળકો સહિત ઘણા બધા લોકોને ઇજા પહોંચી છે. આ હુમલો મુખ્યત્વે યુક્રેનની રાજધાની અને તેની આસપાસના વિસ્તારોમાં કરવામાં આવ્યા હતા.

યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કીએ જણાવ્યું હતું કે અમેરિકા અને યુક્રેને પ્રતિનિધિઓ મંત્રણાની તૈયારી કરી રહ્યા છે ત્યારે રશિયા હુમલાની તૈયારી કરી રહ્યું છે. બંને દેશ વચ્ચેનું યુદ્ધ હવે પાંચમાં વર્ષમાં પ્રવેશી ચૂક્યું છે. રશિયાએ યુક્રેનના આઠ પ્રાંતમાં મુખ્યત્વે તેના ઊર્જા માળખાને નિશાન બનાવીને હુમલા કર્યા હતા. આ હુમલામાં બાળકો સહિત ડઝનથી પણ વધુ લોકોને ઇજા થઈ હતી.


Related Posts

Load more