પહેલા વરસાદમાં જ અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, સ્માર્ટ સિટીની પોલ ખૂલી

By: nationgujarat
25 Jun, 2024

અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. જોકે, આ વરસાદ અમદાવાદીઓ માટે આફતનો વરસાદ બની રહ્યો. ઓછા વરસાદમાં પણ અમદાવાદભરમાં પાણી ભરાવાના બનાવ બન્યા છે. પહેલા જ વરસાદમાં સ્માર્ટ સિટી અમદાવાદની પોલ ખૂલી છે. ચોમાસના આગમન સાથે મનપાના પાપે શહેરીજનોની મુશ્કેલી વધી છે.

અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ સર્જાયો છે. મોડી રાતથી શહેરના વિવિધ વિસ્તારોમાં હળવો મધ્યમ વરસાદ વરસાદ વરસ્યો. હાલ કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ યથાવત છે. જોકે, આ કારણે વાતાવરણ આહ્લાદક બન્યું છે. મધરાતે શહેરના પૂર્વ ભાગના કેટલાક વિસ્તારમાં નોંધનીય વરસાદ નોંધાયો હતો. અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો. અમદાવાદમાં મધરાતથી શહેરના અનેક વિસ્તારમાં વરસાદ નોંધાયો.  મેમ્કો અને નરોડામાં સૌથી વધુ સવા 3 ઈંચ તો વિરાટનગરમાં 2, ચકુડિયા અને નિકોલમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો. પશ્ચિમના કેટલાક વિસ્તારમાં પણ અડધા ઇંચ સુધી વરસાદ નોંધાયો હતો. રાતના 12 થી 1 દરમ્યાન વિરાટનગરમાં 2 ઇંચ, ચકુડિયા અને નિકોલમાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો. તો પશ્ચિમના ટાગોર હોલ, ઉસ્માનપુરા, ચાંદખેડા અને રાણીપ વિસ્તારમાં પણ ૧ થી ૧.૫ ઈંચ સુધી વરસાદ નોંધાયો હતો.


Related Posts

Load more