પંજાબ કિંગ્સ વિ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર IPL 2024 ની 58મી મેચ આજે એટલે કે ગુરુવાર, 9 મેના રોજ હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ, ધર્મશાલા ખાતે રમાશે. આ મેચ વર્ચ્યુઅલ નોકઆઉટ મેચ હશે. જે ટીમ PBKS vs RCB મેચ જીતશે તે પ્લેઓફની રેસમાં રહેશે, જ્યારે IPL 2024માં હારેલી ટીમની સફર અહીં સમાપ્ત થશે. તમને જણાવી દઈએ કે, બુધવારે SRH vs LSG મેચ બાદ, MI IPL 2024માંથી બહાર થનારી પ્રથમ ટીમ બની ગઈ છે. MI ના આઉટ થવાથી એ સ્પષ્ટ થઈ ગયું છે કે હવે મહત્તમ 12 પોઈન્ટ સુધી પહોંચનારી ટીમ પ્લેઓફની ટિકિટ મેળવી શકશે નહીં. આવી સ્થિતિમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બંને પર તલવાર લટકી રહી છે.
IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ફાફ ડુ પ્લેસિસની આગેવાની હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 7મા સ્થાને છે જ્યારે પંજાબ કિંગ્સ 8મા ક્રમે છે. બંને ટીમો આ સિઝનમાં અત્યાર સુધી 11-11 મેચ રમી છે અને તેમના 8-8 પોઈન્ટ છે. સારા નેટ રન રેટને કારણે RCB પંજાબથી એક સ્થાન ઉપર છે. બેંગલુરુનો નેટ રન રેટ -0.049 છે અને પંજાબ કિંગ્સનો -0.187 છે. બંને ટીમોએ પ્લેઓફની રેસમાં રહેવા માટે બાકીની ત્રણેય મેચ જીતવી જરૂરી છે. આવી સ્થિતિમાં આજની મેચ બંને ટીમો માટે નોકઆઉટ સમાન બની રહેશે.
IPL 2024માં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે આ બીજી ટક્કર છે. અગાઉ, જ્યારે આ બંને ટીમો એમ ચિન્નાસ્વામીમાં ટકરાઈ હતી, ત્યારે RCBએ PBKSને 4 વિકેટથી હરાવ્યું હતું. તે સમયે બેંગલુરુની જીતનો હીરો વિરાટ કોહલી હતો, જેણે 77 રનની શાનદાર ઇનિંગ રમીને ટીમને સિઝનની પ્રથમ જીત અપાવી હતી.