યોજનાના મુખ્ય ઉદ્દેશ્યો અને ફાયદા
આયોજનબદ્ધ બસ સેવાને કારણે શહેરી વિસ્તારોમાં ટ્રાફિકનું ભારણ ઘટશે અને પ્રદૂષણમાં ઘટાડો થતા પર્યાવરણને ફાયદો થશે. અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી પહોંચવાથી સામાન્ય નાગરિકોના સમય અને નાણાં બંનેની બચત થશે. નાગરિકોની રોજિંદી મુસાફરીને વધુ સુવિધાયુક્ત અને સમયબદ્ધ બનાવવાનો સરકારનો મુખ્ય લક્ષ્યાંક છે.
રાજ્ય સરકાર નાગરિકોને આધુનિક અને પરવડે તેવી પરિવહન સેવાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ નવા 17 રૂટને લીલી ઝંડી મળતા જ ત્રણેય શહેરોની જાહેર પરિવહન વ્યવસ્થામાં નવી ગતિ આવશે.