ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ માં જે વિદ્યાર્થીઓ એક કે તેથી વધુ વિષય/વિષયોમાં ગેરહાજર રહેલ હોય અથવા એક કે તેથી વધુ વિષય/વિષયોમાં અનુત્તીર્ણ (નાપાસ) હોવાને કારણે ગુણપત્રકમાં “સુધારણાને અવકાશ” ધરાવે છે તેવા વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપવા ઇચ્છૂક હોય તેઓ વર્ષ-૨૦૨૪ની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઇ શકશે અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ-૨૦૨૪ માં જે વિદ્યાર્થીઓ ઉત્તિર્ણ થયેલ છે પરંતુ પોતાના પરિણામને સુધારવા ઇચ્છુક છે તેવા વિદ્યાર્થીઓ પણ ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહની ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા પૂરક-૨૦૨૪ માં ઉપસ્થિત થઇ શકશે.
પૂરક પરીક્ષા માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ www.gseb.org. અથવા https://hscscipurakreg.gseb.org પરથી ઓનલાઈન કરવાનું રહેશે. આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઇન માધ્યમથી જ કરવાની રહેશે. આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વિકારવાની પદ્ધતિ અમલમાં નથી. જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી.
પરીક્ષા માટેનું આવેદન તથા ફી ભરવાની કામગીરી તારીખ.૧૪/૦૫/૨૦૨૪ સાંજે ૧૬:૦૦ કલાકથી તારીખ. ૨૧/૦૫/૨૦૨૪ સાંજે ૧૭:૦૦ કલાક સુધી ઓનલાઇન કરી શકાશે.
ખાસ નોંધ:-