ધર્મ શાસ્ત્રોમાં કેટલીક ઘટનાઓને ખૂબ મહત્વની માનવામાં આવી છે. આ ઘટનાઓ ધન-દોલત, માન-સન્માન, આરોગ્ય, સૌભાગ્ય-દુર્ભાગ્ય સાથે જોડાયેલા મહત્વના સંકેત આપે છે. દરરોજની ઘટનાઓ પર મળતા સંકેતો પર આખુ શકુન શાસ્ત્ર લખવામાં આવ્યું છે. આજે અમે શકુન શાસ્ત્રમાં પશુ-પક્ષીઓ સાથે જોડાયેલા સંકેતો પર વાત કરીએ છીએ. જેમાં કબૂતરનો મુખ્ય રીતે સમાવેશ થાય છે. કબૂતરને શાંતિનુ પ્રતીક માનવામાં આવે છે, આ સાથે ધર્મ શાસ્ત્રોમાં કબૂતરને માં લક્ષ્મીનુ ભક્ત માનવામાં આવ્યું છે. આવો જાણીએ કે માં લક્ષ્મીના ભક્ત કબૂતર ઘરમાં આવતા કેવા સંકેત આપે છે.
ઘરમાં કબૂતરનો માળો બનાવવાનો અર્થ: કબૂતરનો ઘરમાં માળો બનાવવો અશુભ માનવામાં આવે છે. ઘણી વખત કબૂતર ઘરની બાલકની અથવા છત પર માળો બનાવે છે. આમ થવુ સારું નથી. કબૂતર ઘરમાં માળો બનાવે તો તેનાથી આર્થિક સ્થિતિ પર ખરાબ અસર પડે છે, આ સાથે આરોગ્ય સંબંધી સમસ્યાઓ પણ આપે છે. સારું રહેશે કે માળો જલ્દી હટાવી દો.
જ્યોતિષ શાસ્ત્રમાં કહેવામાં આવ્યુ છેકે, કબૂતર માતા લક્ષ્મીનાં ભક્ત હોય છે. અત: ઘરમાં કબૂતરોનો વાસ હોવાથી લક્ષ્મીની વૃદ્ધિ હોવાની સાથે સાથે સુખ શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે. કબૂતરોને પાળવા કરતાં તેમને દરરોજ દાણા આપો તે સારું રહેશે.