ધનતેરસ 2023: દેશભરમાં 27000 કરોડનું વેચાઈ ગયુ ગોલ્ડ, 400 ટન ચાંદીનું વેચાણ અત્યાર સુધીમાં નોંધાયુ

By: nationgujarat
10 Nov, 2023

ધનતેરસના દિવસે આ વખતે બજારમાં પહેલેથી જ તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. ધનતેરસના દિવસે સોના અને ચાંદીની ખરીદી માટે જ્વેલર્સને ત્યાં સવારથી જ ભીડ લાગેલી જોવા મળી હતી. ઓલ ઈન્ડિયા જ્વેલર્સ એન્ડ ગોલ્ડસ્મિથ્સ ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ પંકજ અરોરાએ આપેલી માહિતિ મુજબ દેશમાં 27 હજાર કરોડ રૂપિયાનું સોનુ અને 3 હજાર કરોડના ચાંદીનું વેચાણ થઈ ગયું છે.

ગયા વર્ષની વાત કરીએ તો ધનતેરસ પર આ જ બિઝનેસ 25 હજાર કરોડ રૂપિયા પર પોહચ્યો હતો. ગયા વર્ષે તો સોનાનો ભાવ પણ પ્રતિ 10 ગ્રામ 52000 રૂપિયા હતો જે આ વખતે પ્રતિ 10 ગ્રામ 62 હજાર સુધી પોહચ્યો હતો. ચાંદી 58 હજાર પરથી 72 હજાર પ્રતિ કિલો એ પોહચી ગઈ. આ વર્ષે તો સોના ચાંદીનો વેપાર જ 30 હજાર કરોડને પાર કરી ગયો છે.

સોના ચાંદીનો જબરદસ્ત વેપાર

દેશભરમાં સોના ચાંદીના વેપારના અનુમાનિત આંકડા મુજબ ધનતેરસ પર 41 ટન સોનુ અને 400 ટન ચાંદીના ઘરેણા અને સિક્કાઓનું વેચાણ થઈ ગયું છે. દેશમાં લગભગ 4 લાખ જેટલા નાના મોટા જ્વેલર્સ છે કે જેમાંથી 185000 તો બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ માન્યતા પ્રાપ્ત છે. 225000 નાના જ્વેલર્સ જો કે હજુ બીઆઈએસ માન્યતા પ્રાપ્ત નથી કેમકે તે એવા નાના વિસ્તારથી આવે છે. એક આંકડા પ્રમાણે તો સોનુ 800 ટને અને ચાંદી 4000 કિલો વિદેશમાંથી આયાત કરવામાં આવે છે.


Related Posts

Load more