ગાંઘીનગર જિલ્લાના દેહગામ તાલુકાના બહિયલ ગામમાં નવરાત્રી દરમિયાન થયેલી હિસંક અથડામણનો મામલો રાજકીય અને વહિવટી સ્તરે ભારે હલચલ મચાવી છે. તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાના ગણતરીના દિવસમાં જ બહિયલના મહિલા સરપંચ અફસાનાબાનું સજ્જાદહુસૈન ચૌહાણે પોતાનુ પદ છોડી દીધું છે. રાજીનામા પત્રમાં અગમ્ય કારણોસર રાજીનામું આપ્યાનો ઉલ્લેખ કર્યો છે. સરપંચ પોતાનુ રાજીનામું તાલુકા વિકાસ અધિકારીને મોકલી આપ્યું છે. આ રાજીનામું તાજેતરની હિંસા અને દબાણ હટાવવાની કામગીરીના તણાવના કારણે આપ્યું હોવાની વ્યાપક ચર્ચા ચાલી રહી છે.
સરપંચના રાજીનામાની આ ઘટના પહેલા બહિયલમાં નવરાત્રીમાં થયેલી બબાલને પગલે તંત્ર સંપુર્ણપર્ણે હરકતમાં આવ્યું છે. ગામમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે વહિવટી તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આ વિવાદ બાદ ગ્રામ પંચાયત અને અન્ય સરકારી જગ્યાઓ પરના તમામ કાચા પાકા ગેરકાયદે દબાણોને નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્રએ દબાણ કરનારાઓને જાતા જ દબાણ દુર કરવા સ્પષ્ટ સુચના આપી હતી. જો તેઓ જાતે દબાણ દુર નહી કરે તો તંત્ર દ્વારા બુલડોઝર ફેરવી દેવામાં આવશે. તંત્ર દ્વારા દબાણ દુર કરવાની નોટીસની સમય મર્યાદા પુર્ણ થવાના આરે છે અને ગમે તે સમયે બુલડોઝર ફરી શકે છે. આવા સંજોગોમાં સરપંચના રાજીનામાથી તણાવની સ્થિતિમાંથી જવાબદારીમાથી છટકી જવાની ચર્ચાઓ ચાલી રહી છે.