Related Posts
Rajkot Airport News: દુબઈથી મુંબઈ જઈ રહેલી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઈટમાં અચાનક ધુમાડો (સ્મોક) નીકળવાની ઈમરજન્સી ઊભી થતાં ભારે દોડધામ મચી ગઈ હતી. પ્લેનમાં ધુમાડો દેખાતાં જ મુસાફરોમાં ડર અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પાયલટે તાત્કાલિક કંટ્રોલ રૂમનો સંપર્ક કરી ફ્લાઈટને રાજકોટ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરી હતી, જ્યાં તેનું સફળતાપૂર્વક ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.