દિનેશ કાર્તિકને (DK) આરસીબીમા મળી મોટી જવાબદારી

By: nationgujarat
01 Jul, 2024

દિનેશ કાર્તિકે (DK) 1 જૂનના રોજ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સાથે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃત્તિ લેવાની સત્તાવાર જાહેરાત કરી હતી. પરંતુ માત્ર 30 દિવસ બાદ જ ડીકેને ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મોટી જવાબદારી મળી. તેને આ મહત્વની જવાબદારી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ટીમમાં જ મળી છે. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) દ્વારા દિનેશ કાર્તિકને ટીમના બેટિંગ કોચ અને મેન્ટર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ અંગેની માહિતી આરસીબીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં આપી હતી.

RCBએ તેની પોસ્ટમાં લખ્યું – અમારા કીપરનું દરેક અર્થમાં સ્વાગત છે, 𝗞𝗮𝗿𝘁𝗵𝗶𝗸, નવા અવતારમાં RCB પર પાછા. ડીકે RCB મેન્સ ટીમના બેટિંગ કોચ અને મેન્ટર હશે. તમે વ્યક્તિને ક્રિકેટમાંથી બહાર કાઢી શકો છો, પરંતુ ક્રિકેટને વ્યક્તિમાંથી બહાર નહીં કરી શકો! તેમને ઘણો પ્રેમ આપો, 12મી મેન આર્મી!

કાર્તિકે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા નિવૃત્તિની જાહેરાત કરી હતી. ત્યારબાદ તેણે લખ્યું હતું કે, ‘છેલ્લા કેટલાક દિવસોમાં મને જે સ્નેહ, સમર્થન અને પ્રેમ મળ્યો છે તેનાથી હું અભિભૂત છું. આ શક્ય બનાવનાર તમામ ચાહકોનો હું ખૂબ ખૂબ આભાર અને હૃદયપૂર્વક આભાર માનું છું. લાંબા સમય સુધી તેના વિશે વિચાર્યા બાદ મેં ક્રિકેટમાંથી ખસી જવાનો નિર્ણય કર્યો છે. હું મારા રમવાના દિવસો પાછળ છોડીને મારી નિવૃત્તિની સત્તાવાર જાહેરાત કરું છું, હું આગળના નવા પડકારો માટે તૈયાર થઈ રહ્યો છું.દિનેશ કાર્તિકનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ એમએસ ધોની પહેલા હતું. કાર્તિકે નવેમ્બર 2004માં ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ ડેબ્યુ કર્યું હતું. તેણે 5 સપ્ટેમ્બર 2004ના રોજ લોર્ડ્સમાં ઈંગ્લેન્ડ સામે તેની ODI ડેબ્યૂ કરી હતી. તેણે 1 ડિસેમ્બર 2006ના રોજ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે ટી20માં પ્રવેશ કર્યો હતો. ધોનીએ ડિસેમ્બર 2005માં ચેન્નાઈમાં શ્રીલંકા સામે ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. ધોનીની ODI ડેબ્યૂ ડિસેમ્બર 2004માં બાંગ્લાદેશ સામે ચિટાગોંગમાં થઈ હતી. જોકે, ધોની અને ડીકેનું ટી-20 ડેબ્યૂ એ જ મેચમાં થયું હતું, જે દક્ષિણ આફ્રિકા સામે રમાઈ હતી.


Related Posts

Load more