ઠંડી અને માવઠાને લઈ અંબાલાલની મોટી આગાહી

By: Nation Gujarat Team
13 Oct, 2025

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા ગુજરાત અને દેશના હવામાન અંગે એક વિસ્તૃત અને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જે આગામી તહેવારો અને શિયાળાની ઋતુ પર મોટી અસર કરી શકે છે. તેમની આગાહી મુજબ, ઓક્ટોબરના ઉત્તરાર્ધમાં વાતાવરણમાં પલટો આવશે અને દિવાળીના સમયે માવઠું થવાની શક્યતા છે, જ્યારે ડિસેમ્બર મહિનાથી હાડ થીજાવતી ઠંડીનો અનુભવ થશે

અંબાલાલ પટેલનું કહેવું છે કે, 22 ડિસ્મેબરથી 12 ફેબ્રુઆરી સુધી ઠંડી પડશે અને લઘુતમ તાપમાન 8 ડિગ્રીથી પણ નીચું જશે, નવેમ્બરમાં પશ્ચિમી વિક્ષેપની શક્યતા રહેલી છે અને વિક્ષેપના કારણે ન્યૂનતમ-મહત્તમ તાપમાન ઘટશે, 22 ડિસેમ્બર દરમિયાન દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષા થઈ શકે છે, આ વખતે હાડ થીજવતી ઠંડી દેશભરમાં પડવાની શકયતા છે અને દિવાળીના સમય દરમિયાન પ્રોપર ઠંડી બેસી જશે અને તેનો અહેસાસ શહેરીજનોને થઈ શકે છે.અંબાલાલ પટેલની આગાહીઓ હંમેશા ચોંકાવનારી હોય છે, અને આ વખતે તો તહેવારોની મજા મેઘરાજા બગાડે તેવી સંભાવના છે. તો તહેવારોની તૈયારીઓમાં આગાહીને પણ ધ્યાનમાં રાખજો. ધોધમાર વરસાદને સહન કરીને ગુજરાતીઓ હવે હાર્ડ થીજતી ઠંડી માટે તૈયાર થઈ જજો. કારણ કે જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલની મોટી આગાહી કરી છે. તહેવારોના ટાણે જ ફરી માવઠાનો માર પડે તેવી સંભાવના છે. દિવાળી અને નવા વર્ષમાં વરસાદના ઝાપટા વરસી શકે છે.


Related Posts

Load more