ટ્રમ્પની ભારે ફજેતી, FIFA વર્લ્ડ કપની ફાઈનલમાં હુટિંગ, ઉજવણીમાં પણ સામેલ ન થવા દીધા

By: Nation Gujarat Team
20 Jul, 2026

Hooting of Donald trump during FIFA world cup 2026 : ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ 2026 ની રોમાંચક ફાઇનલમાં સ્પેનની યુવા અને જોશથી ભરેલી ટીમે વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિનાને 1-0 થી હરાવીને બીજી વખત વિશ્વ વિજેતા બનવાનો તાજ પોતાના નામે કરી લીધો છે. સ્પેનની આક્રમક રમત અને શાનદાર ડિફેન્સ આગળ પોતાના કરિયરનો છેલ્લો વર્લ્ડ કપ રમી રહેલા લિયોનેલ મેસી પાસે પણ કોઈ જવાબ નહોતો. મેચ પૂરી થતાં જ સ્પેનની ટીમે ટ્રોફી ઉઠાવીને જશ્ન મનાવ્યો હતો. જ્યારે મેસીની આંખોમાં આખરી વર્લ્ડ કપ હારવાના આસુ છલકાઈ આવ્યા હતા. સ્પેન માટે આખી ટૂર્નામેન્ટમાં પોતાનો પહેલો પણ કરિયરનો સૌથી યાદગાર ગોલ ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં કર્યો હતો, જે નિર્ણાયક સાબિત થયો હતો.

અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 80 હજાર દર્શકોનું હૂટિંગ

ફૂટબોલના આ મહાસંગ્રામ વચ્ચે મેજબાન દેશ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ વિવાદોના કારણે ચર્ચામાં રહ્યા હતા. મેચ શરૂ થવાના 45 મિનિટ પહેલાં જ ટ્રમ્પ ‘મરીન વન’ હેલિકોપ્ટરથી સ્ટેડિયમ પહોંચ્યા હતા. મેચ દરમિયાન તેઓ ફિફાના પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનો, સ્પેનના રાજા ફિલિપ VI, કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની અને મેક્સિકોના રાષ્ટ્રપ્રમુખ ક્લાઉડિયા શેઇનબૌમ સાથે વીઆઈપી ગ્લાસ બોક્સમાં બેઠા હતા.પરંતુ, જ્યારે મેચ બાદ પ્રેઝન્ટેશન સેરેમની માટે ડોનાલ્ડ ટ્રમ્પ અને ફિફા પ્રેસિડેન્ટ જિયાની ઇન્ફેન્ટિનો મેદાન પર આવ્યા, ત્યારે સ્ટેડિયમમાં હાજર 80 હજારથી વધુ ફેન્સે જોરદાર હૂટિંગ શરુ કરી દીધી હતી. વ્હાઇટ હાઉસના અહેવાલ મુજબ, ટ્રમ્પના પ્રવેશતાની સાથે જ સ્ટેડિયમનો અવાજ 78 ડેસિબલથી વધીને 84 ડેસિબલ સુધી પહોંચી ગયો હતો.

બીનબુલાયે મહેમાન બનવાનો પ્રયાસ પરંતુ ફિફા પ્રમુખે ટ્રમ્પને હટાવ્યા

સ્પોર્ટ્સ ઇવેન્ટ્સમાં પોતાની હાજરીથી લાઇમલાઇટ મેળવવા માટે જાણીતા ટ્રમ્પે સ્પેનની જીતની ખુશીમાં વગર બોલાવે સેલિબ્રેશનનો ભાગ બનવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે સ્પેનની ટીમને ટ્રોફી સોંપ્યા બાદ પોડિયમના કિનારે ખેલાડીઓ સાથે ઉભા રહીને જશ્નમાં સામેલ થવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ ફિફા પ્રમુખ જિયાની ઇન્ફેન્ટિનોએ તેમને ચૂપચાપ ત્યાંથી બાજુ પર ખસેડી દીધા હતા. આ અગાઉ ક્લબ વર્લ્ડ કપમાં પણ ચેલ્સીની જીત વખતે ટ્રમ્પે આવો જ પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે, રાષ્ટ્રપ્રમુખ બન્યા બાદ ટ્રમ્પ સુપર બોલ, યુએસ ઓપન અને એનબીએ (NBA) ફાઇનલ્સ જેવી અનેક રમતગમતની મોટી સ્પર્ધાઓમાં હાજરી આપી ચૂક્યા છે, જ્યાં તેમને ફેન્સના આક્રોશ અને હૂટિંગનો સામનો કરવો પડ્યો છે.


Related Posts

Load more