હાથરસમાં આટલી મોટી સંખ્યામાં લોકોના મોતના સમાચાર સાંભળી બધા હચમચી ગયા છે. ચારે તરફ લાશો સિવાય કંઈ દેખાતું નથી. સત્સંગમાં થયેલી ભાગદોડ બાદ લોકોના મનમાં માત્ર એક સવાલ ઈથ રહ્યો છે કે આખરે આ બોલે બાબા કોણ છે, જેનું પ્રવચન સાંભળવા માટે આટલી મોટી સંખ્યામાં લોકો હાથરસ પહોંચ્યા હતા. મહત્વનું છે કે ભોલે બાબાનો આ સત્સંગ પશ્ચિમી ઉત્તર પ્રદેશના લોકોમાં વધુ પ્રખ્યાત છે. ભોલે બાબાનો સત્સંગ હંમેશા પશ્ચિમના જિલ્લામાં જોવા મળી જાય છે. જ્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. ભોલે બાબાના આજે લાખોની સંખ્યામાં અનુયાયી છે.
18 વર્ષ પહેલા છોડી હતી પોલીસની નોકરી
મીડિયા રિપોર્ટ્સ અનુસાર ભોલે બાબાના નામથી જાણીતા સંતનું અસલી નામ સૂરજ પાલ છે. હવે તેમના અનુયાયી વિશ્વ હરિ ભોલે બાબાના નામથી જાણે છે. ભોલે બાબા મૂળ રૂપથી કાસગંજના પટિયાલી ગામના રહેવાસી છે. તેમણે પટિયાલીમાં પોતાનો આશ્રમ બનાવ્યો છે. સંત બન્યા પહેલા ભોલે બાબા યુપી પોલીસમાં નોકરી કરતા હતા. 18 વર્ષ પહેલા તેમણે નોકરીમાંથી વીઆરએસ લીધુ હતું. ત્યારબાદ ગામમાં ઝુપડી બનાવી રહેલા લાગ્યા. ત્યારબાદ ભોલે બાબાએ ગામ-ગામ જઈને ભગવાનની ભક્તિનો પ્રચાર શરૂ કર્યો હતો. આ દરમિયાન તેમને દાન પણ મળ્યું હતું. ત્યારબાદ સત્સંગનું આયોજન કરવાનું શરૂ કર્યું હતું.