જય શાહે કરી ઈશાન કિશન સાથે વાત, શું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ પર કરી હશે વાત?

By: nationgujarat
25 Mar, 2024

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આઈપીએલ 2024ની પાંચમી મેચ ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઈ હતી. આ મેચમાં ગુજરાત ટાઈટન્સે જીત મેળવી છે. આ મેચ જોવા માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે, બીસીસીઆઈના સચિવ જય શાહ પણ પહોંચ્યા હતા. જય શાહે મુંબઈ ઈન્ડિયન્સના ઓપનર ઈશાન કિશન સાથે વાત કરી હતી. જેનો ફોટો અને વીડિયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહયો છે

જય શાહ અને ઈશાન કિશનની મુલાકાત

બીસીસીઆઈ સચિવ જય શાહ અને ઈશાન કિશનની મુલાકાત બાદ એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઈશાન બીસીસીઆઈના 2023-24ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટનો ભાગ નથી પરંતુ બોર્ડ તેની સાથે છે. ઈશાન પણ સમજે છે કે, તેને આ વખતે બહાર કરવામાં આવ્યો છે. કારણ કે, તેમને બોર્ડ, ટીમ મેનેજમેન્ટ અને પસંદગીકર્તાઓ ધ્યાન આપ્યું નથી. આજ કારણ છે કે, તેની સાથે સાથે શ્રેયસ અય્યરને પણ આ લીસ્ટમાંથી દુર કરવામાં આવ્યા છે.

આઈપીએલની તૈયારી માટે કિરણ મોરે એકેડમીમાં ગયો

ઈશાન કિશને ગત્ત વર્ષ અંગત કારણોસર સાઉથ આફ્રિકા પ્રવાસથી પોતાનું નામ પરત લીધું હતુ. ત્યારબાદ તે લાંબા સમયથી ક્રિકેટથી દુર રહ્યા બાદ તે આઈપીએલની તૈયારી માટે કિરણ મોરે એકેડમીમાં ગયો હતો. તેને બીસીસીઆઈ દ્વારા ઘણા સંકેતો આપવામાં આવ્યા હતા કે જો તે ભારતીય ટીમમાં પરત ફરવા માંગે છે તો તેણે ઘરેલુ ક્રિકેટમાં સ્વિચ કરવું જોઈએ અને ત્યારબાદ ચાલી રહેલી રણજી ટ્રોફીમાં તેની ટીમ ઝારખંડ માટે રમવું જોઈએ.

પરંતુ ઈશાન કિશને આના પર કોઈ પ્રતિક્રિયા આપી નહિ , ત્યારબાદ માનવામાં આવી રહ્યું છે કે, બોર્ડ આ યુવા બેટ્સમેનથી નારાજ છે. આઈપીએલમાં રવિવારના રોજ જ્યારે મુંબઈ અને ગુજરાતની મેચ પૂર્ણ થઈ તો ઈશાન કિશન અને જય શાહની લાંબી વાતચીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે.


Related Posts

Load more