જમ્મુ કાશ્મીરમાં નવા 600 સૈનિકોની કરાઈ ભરતી, આતંકવાદી ઘટનાઓને લઈને BSFની મોટી તૈયારી

By: nationgujarat
26 Oct, 2024

જમ્મુ કાશ્મીરમાં 628 નવા સૈનિકોની ભરતી કરવામાં આવી છે. બોર્ડર પર બનતી આતંકવાદી ઘટનાઓ અને ઘૂસણખોરીને લઈને BSF એક્શનમાં આવી છે. જમ્મુ કાશ્મીરમાં સુરક્ષાને લઈને બોર્ડર સિક્યુરિટી ફોર્સ (BSF)ના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું છે કે, નિયંત્રણ રેખા (LoC) પર ઘૂસણખોરી વિરોધી ગ્રીડ ખૂબ જ મજબૂત છે અને સુરક્ષા દળો શિયાળાની મોસમ પહેલા ઘૂસણખોરીના કોઈપણ પ્રયાસને નિષ્ફળ બનાવશે. સેના ખતરાનું વિશ્લેષણ કરી રહી છે અને એ નક્કી કરવા માટે પગલાં ઉઠાવી રહી છે કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ફરી ન બને.BSFના કાશ્મીર ફ્રન્ટિયરના ઈન્સ્પેક્ટર જનરલ અશોક યાદવે પત્રકારોને સાથેની વાતચીતમાં કહ્યું કે, ‘શિયાળા પહેલા ઘૂસણખોરીના પ્રયાસો વધી જાય છે, પરંતુ સેનાના સંકલનથી LoC પર ગ્રિડ ખૂબ મજબૂત છે અને અમે એ નક્કી કરીશું કે ઘૂસણખોરીના કોઈ પણ પ્રયાસને નિષ્ફળ બનાવવામાં આવે.

ગાંદરબલ અને ગુલમર્ગમાં હાલમાં આતંકવાદી ઘટનાઓને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા કહ્યું કે, ‘ગાંદરબલ આતંકવાદી હુમલામાં સાત લોકોના મોત થયા હતા. જ્યારે ગુલમર્ગમાં સેનાના બે જવાન શહીદ થયા હતા. તેની સાથે બે કુલીના પણ મોત થયા હતા. સેના એકબીજા સાથે સંકલનમાં કામ કરી રહી છે. અમે સંકટોનું વિશ્લેષણ કરીએ છીએ અને એ નક્કી કરવાનો પ્રયાસ કરીએ છીએ કે ભવિષ્યમાં આવી ઘટનાઓ ના બને.’

629 સૈનિક નવા ભરતી દળમાં સામેલ થયા

આ પહેલા, BSFના સહાયક તાલીમ કેન્દ્રમાં ચાર ભરતી બેન્ચોના પાસિંગ આઉટ પરેડ અને સત્યાપન સમારોહનું આયોજન થયું, જેમાં 629 સૈનિક નવા ભરતી દળમાં સામેલ થયા. બોર્ડર સુરક્ષા પડકારો અને કાયદો વ્યવસ્થાની ડ્યૂટી માટે તૈયાર થવા માટે ભરતી કરાઈ.આ અવસરે મુખ્ય અતિથિ જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ પરેડનું નિરીક્ષણ કર્યું અને ભરતી થયેલા જવાનોના આત્મવિશ્વાસ, કૌશલ્ય અને સંકલનના પ્રદર્શનના વખાણ કર્યા.


Related Posts

Load more