ગઢડા તાલુકાના વડવિયાળા ગામ ખાતે ખેડૂતો વીજ જોડાણ માટે અરજી કરી હતી. જો કે, આ પછી વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવાયું હતું. પરંતુ વીજ જોડાણ આપ્યું ન હતું. જ્યારે તેમ છતાં PGVCL દ્વારા ખેડૂતને 520 રૂપિયાનું બિલ આપવામાં આવ્યું હતું.
વીજ જોડાણ ન હોય છતા ખેડૂતને આવ્યું લાઈટ બિલ
રાજ્યમાં PGVCLની બેદરકારીની ઘટના સામે આવી છે. જેમાં ગીર ગઢડાના વડવિયાળા ગામમાં ભીખા દોમડિયા નામના ખેડૂતે 23 મે, 2023ના રોજ વીજ જોડાણ માટે અરજી કરી હતી. આ પછી વીજ પોલ અને ટ્રાન્સફોર્મર લગાવાયું હતું, પરંતુ હજુ સુધી વીજ જોડાણ થયું ન હતું. ખેડૂતે પોતાના ખેતરમાં બે વર્ષથી બોર બનાવ્યા હતા, પરંતુ વીજ જોડાણના અભાવે ચોમાસા સિવાય અન્ય પાક લઈ શકતા ન હતા.આ મામલે વાંધા અરજી કરતાં ખેડૂતની તરફેણાં ચુકાદો આવ્યા બાદ જિલ્લા કલેક્ટરે જોડાણ અંગે હુમક કર્યો હતો. જોકે, તેમ છતાં PGVCL દ્વારા હજુસુધી જોડાણ કરાયું ન હતું. જેને લઈને ભીખા દોમડિયા છેલ્લા 6 મહિનાથી વીજ કચેરીના ધક્કા લગાવી રહ્યા હતા. જ્યારે થોડા દિવસ પહેલા ખેડૂતને PGVCL દ્વારા 520 રૂપિયાનું બિલ આવ્યું હતું.