ચોરી થયેલા IPHONE કયા દેશમાં વહેચવામાં આવે છે જાણો છો… અને તેની પાછળ કારણ શું છે તે પણ જાણો

By: nationgujarat
13 Oct, 2025

ચોરી થયેલા આઇફોન કયા દેશમાં વહેચવામાં આવે છે અને તેની પાછળ શું કારણ છે જો તે તમે ન જાણતા હો તો આજે આ સમાચાર ખાસ વાંચ જો. બ્રિટન પોલીસે આંતરરાષ્ટ્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે જે પહેલા આઇફોનની ચોરી કરે અને તેને આઇના અને હોંગકોંગ મા વહેચી દેવામાં આવે છે.  આઇફોન ચોરી કરનારી ગેંગને એક ફિલ્મી ઠબે ઝડપી લેવામાં આવી છે. આઇફોન ગેંગને ઝડપી પાડવામાં એક મહિલા સુત્રઘાર હતી જેનો આઇફોન ચોરાઇ ગયો અને મહિલાએ ફાઇન્ડ માય એપથી ફોન ગોતાનાનો પ્રયાસ કર્યો તો મહિલાને જાણવા મળ્યું કે તેમનો ફોન લંડન થી ફોન હોંગકોંગ જઇ રહ્યો છે. આ એપ્લિકેશને બ્રિટન પોલીસને આંતરરાષ્ટ્રીય ગેંગ સુઘી પહોચાડવામાં મદદ કરી છે.

બ્રિટન પોલીસે પાછલા વર્ષમાં લંડનના એક ગોડાઉનમાંથી એક હજાર જેટલા આઇફોન કબ્જે કર્યા જે આઇફોનને એલ્યુમિનિયમ ફોઇલમાં રાખવામાં આવ્યા જેના કારણે આઇફોનનું ટ્રેકિંગ થઇ ન શકે. તમને જાણીને નવાઇ લાગશે કે 300 પોલીસ કર્મીઓની એક ટીમ 28 સ્થળો પર તપાસ હાથ ધરીને સૌથી મોટુ આંતરરાષ્ટ્રિય ગેંગનો પર્દાફાશ કર્યો છે.

ચોરી કરનાર ગેંગ 3 સ્તરે કામ કરે છે.

બ્રિટના પોસીસે ખુલાસો કર્યો છે કે ચોરી કરનાર ગેંગ ત્રણ સ્તરે કામ કરે છે. પહેલા સ્તરે ચોરી કરનાર લોકો આવે છે કે જે માર્કેટ કે જાહેર સ્થળો પરથી ફોન ચોરી કરે છે અને તેએ આ ફોનને વહેચે છે. આઇફોન ચોરી કરીને તેમને પર આઇફોને 30 થી 50 હજાર રૂપિયા મળતા હતા તમને જાણીને નવાઇ લાગશે કે એકલા લંડનમાં 80 હજાર ફોન ચોરી થયા છે. બીજા સ્તરે હેન્ડલર આવે છે જેમના સર્વિસ સેન્ટરમાં ચોરી થયેલા ફોનો જમા કરવામાં આવતા અને ડેટાનો નાશ કરવાની પ્રક્રિયા કરવામાં આવતી હતી. ત્રીજા સ્તરે ફોનને એક્સપોર્ટ કરવામાં આવતા ગેંગ ચોરી કરેલા ફોનને વિદેશમાં વહેચતા હતા. ચોરી કરેલા ફોનો ચાઇના અને હોંગકોંગના ચોર બજારમાં વહેચાવામાં આવતા હતા તેમ બ્રિટન પોલીસનું કહેવું છે.

ચાઇના કેમ મોકલવામાં આવતા આઇફોન

ચોરી કરેલા ફોન મોટાભાગે ચાઇના મોકલવામાં આવતા હતા તેની પાછળનું એક કારણ છે ચાઇનામા લોકો પાસે અભિવ્યક્તિની આઝાદી નથી ચાઇનામાં સોશિયલ મીડિયા જેમ કે ફેસબુક યુટ્યુબ,ઇનસ્ટાગ્રામ વોટસઅપ જેવી સો.મીડિયા એપ્લિકેશન વાપરવા પર પ્રતિબંઘ છે જેના કારણે ત્યા ચોરી થયેલા વિદેશી આઇફોનની મોટી ડિમાન્ડ છે. ચાઇનાના લોકો ઇન્ટરનેટ સેન્સરશીપથી બચવા માટે ચોરી કરેલા આઇફોનને મોટી કિંમતમા ખરીદે છે. બ્રિટનમાં ચોરી થયેલા આઇફોન 16 ચીનના ચોર બજારમાં 3 થી 4 લાખ રૂપિયામાં વહેચાય છે જેની વાસ્તવીક કિમંત એક લાખ રૂપિયાની આસપાસ છે. ચાઇનામાં સેકેન્ડ હેન્ડ સ્માર્ટ ફોનના 20 ટકા હિસ્સો વહેચાય છે. ચોરીના આઇફોન ચિનમાં બ્લોક કરવામાં આવતા નથી.ચાઇનના શહેરમાં ચોર બજારમાં ચોરી કરાયેલા ફોન સેકેન્ડ હેન્ડ ફોન વહેચાવામાં આવે છે જો હવે તમારો આઈફોન ચોરાય જાય તો સમજી લેજો કે તે પણ હોંગકોંગના રાસ્તે ચીનના બજારમાં વહેચાતો હશે.


Related Posts

Load more