Related Posts
લોકસભા ચૂંટણી જીત્યા પછી વડાપ્રધાન મોદી વિદેશ પ્રવાસે જઇ રહ્યા છે. જી-7 સંમેલનમા ભાગ લેવા ઇટલી જઇ રહ્યા છે આવતીકાલે વડાપ્રધાન મોદી જશે ઇટલી, આ સંમેલનમા અનેક દેશના વડાઓ ઉપસ્થિત રહેશે,. ઇટલી અને ભારત વચ્ચે અનેક કરાર થઇ શકે છે. નરેન્દ્ર મોદી ત્રીજી વખત બન્યા છે ભારતના પીએમ .જી 7 સમિટ 13 થી 15 જૂન દરમિયાન ઇટાલીના અપુલિયા ક્ષેત્રમાં લક્ઝરી રિસોર્ટ બોર્ગો એગ્નાઝિયા ખાતે યોજાવાની છે.
G7 એ વિશ્વની સાત અદ્યતન અર્થવ્યવસ્થાઓનો સમૂહ છે, જેમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, કેનેડા અને જાપાનનો સમાવેશ થાય છે. સમિટમાં ભાગ લેનારા ટોચના નેતાઓમાં યુએસ પ્રમુખ જો બિડેન, ફ્રાંસના પ્રમુખ ઈમેન્યુઅલ મેક્રોન, જાપાનના વડા પ્રધાન ફ્યુમિયો કિશિદા અને કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનો સમાવેશ થાય છે.
સમાચાર અપડેટ થઇ રહ્યા છે.