ભાજપ ગુજરાત સદસ્યતા અભિયાન અંતર્ગત આજે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખે CM ભૂપેન્દ્ર પટેલને પ્રાથમિક સદસ્યતા અપાવી હતી. આ દરમિયાન C R પાટીલે કાર્યકર્તાઓને સંબોધતા ફરી એકવાર બનાસકાંઠા સીટની હારની જવાબદારી સ્વીકારી છે. ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ C R પાટીલે નૈતિક જવાબદારી સ્વીકારતાંકરતાં કહ્યું કે, બનાસકાંઠા બેઠક પર ભાજપની હારમાં મારો વાંક છે. નોંધનિય છે કે, ગુજરાતની 26 બેઠકોમાંથી ભાજપને 25 અને કોંગ્રેસને 1 બેઠક પર જીત મળી છે.
શું કહ્યુ C R પાટીલે ?
સી.આર.પાટીલજીએ માર્ગદર્શન આપતા જણાવ્યું કે, આદરણીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ જ્યારે ગુજરાતના સંગઠન મહામંત્રી તરીકેની જવાબદારી સમયે લોહી પસીનો એક કરી સંગઠન મજબૂત બનાવ્યુ છે. ગુજરાત સંગઠનની શિસ્તતા અને સેવાકીય કાર્યોની નોંધ અન્ય રાજયોએ લેવી પડે તે માટે કાર્યકર્તાઓ અને આગેવાનોને અભિનંદન. ભારતીય જનતા પાર્ટી જ એક માત્ર એવી પાર્ટી છે જે દર છ વર્ષે સદસ્યતા પુર્ણ કરી નવા સદસ્યતા બનાવવાની પ્રક્રીયા કરે છે. ગઇકાલે નવી દિલ્હી ખાતે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ સદભ્ય બની આ અભિયાનનો આરંભ કરાવ્યો છે. પ્રાથમિક સભ્ય બનાવ્યા પછી સક્રિય સભ્ય બનાવવાના વિનંતી કરી.ગુજરાતમા આ વખતે 2 કરોડ જેટલા સભ્ય બનાવવા પ્રયાસ કરવાનો છે.
શ્રી પાટીલજીએ વધુમા જણાવ્યું કે, આગામી 15 અને 16 તારીખે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ વિવિધ કાર્યક્રમમા ઉપસ્થિત રહેવાના છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ત્રીજી વખત વડાપ્રધાન બન્યા પછી પહેલી વખત ગુજરાત પઘારી રહ્યા હોય ત્યારે વૈશ્વીક નેતા અને લોકલાડિલા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનુ ભવ્ય સ્વાગત કરી સંગઠનની એકતા બતાવવાનો પ્રયાસ કરીશું. પ્રાથમિક સભ્યો અને પેજ સમિતિના સભ્યો વચ્ચેના તફાવત અંગે પણ વિસ્તૃત માહિતી આપી હતી. લોકસભા અને વિઘાનસભામા 33 ટકા અનામતનો લાભ મળવાનો છે ત્યારે મહિલાઓ પણ સંગઠનમા 33 ટકાના ભાગીદાર બને અને અંદાજે 66 લાખ જેટલા સભ્યો મહિલાઓ બને તેવો પ્રયાસ કરવામા આવે.