ગુજરાતમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી, આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

By: nationgujarat
05 Sep, 2025

Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર) દક્ષિણ રાજ્યના ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજ્યના 8 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 18 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે.

હવામાન વિભાગની આગાહી

મોનસૂન ટ્રફના કારણે રાજ્યમાં ફરી એકવાર ધોધમાર વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.  ત્યારે શુક્રવારે (પાંચમી સપ્ટેમ્બર)  નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વરસાદનું રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. સુરત, તાપી, નર્મદા, ભરુચ, છોટા ઉદેપુર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે. જ્યારે દીવ, ગીર-સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમદાવાદ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લીમાં વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.શનિવારે (છઠ્ઠી સપ્ટેમ્બર) સુરેન્દ્રનગર, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય રાજકોટ, મોરબી, બોટાદ, બનાસકાંઠા, મહેસાણા, ગાંધીનગર, ખેડા, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને 21 જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવોથી મધ્યમ વરસાદ જોવા મળશે.

રવિવારે (સાતમી સપ્ટેમ્બર) કચ્છ જિલ્લામાં રેડ ઍલર્ટ આપવામાં આવ્યું છે. જ્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે. આ સિવાય મોરબી, સુરેન્દ્રનગર, પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જ્યાં મધ્યમથી ભારે વરસાદ જોવા મળશે અને જૂનાગઢ, પોરબંદર, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ રહેશે. જ્યાં છૂટો છવાયેલો હળવાથી મધ્યમ વરસાદ જોવા મળશે. બીજીજ તરફ હવામાન વિભાગ દ્વારા, સોમવારે (8 સપ્ટેમ્બર) વરસાદનો માહોલ શાંત પડશે. સોમવારે ફક્ત 3 જિલ્લામાં યલો ઍલર્ટ આપવામાં આવ્યું છે. અને બાકીના જિલ્લામાં વરસાદની આગાહી નહીંવત્ છે.


Related Posts

Load more