ગુજરાતમાં ત્રણ દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં જિલ્લામાં થશે ફરી માવઠું

By: nationgujarat
11 Apr, 2024

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં  13થી  16 એપ્રિલ સુધી હવામાનમાં પલટો આવી શકે છે. જેના કારણે દક્ષિણ ગુજરાત સહિતના કેટલાક જિલ્લામાં કમોસમી વરસાદ થઇ શકે છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે રાજ્યના ઘણા વિસ્તારોમાં હવામાન પલટાય તેવી શક્યતા દેખાઈ રહી છે. કેટલાક વિસ્તારોમાં વરસાદ પડશે તો  પડે તો પણ વાદળછાયું હવામાન જોવા મળશે.

હવામાન વિભાગે 11 અને 12 એપ્રિલ એમ બે દિવસ કાળઝાળ ગરમીની આગાહી કરી છે.રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40માં  પાર થઇ ગયો છે. રાજ્યમાં હજુ બે દિવસ પડશે અંગ દઝાડતી ગરમીની આગાહી છે.રાજ્યના પાંચ શહેરોમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર ગયું છે. 41.7 ડિગ્રી સાથે રાજકોટ સૌથી ગરમ શહેર બન્યું છે. ચાર દિવસ બાદ વાતાવરણમાં પલટો આવતા તાપમાનમાં ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો થશે અને કમોસમી વરસાદની શરૂઆત થશે.  હવામાન વિભાગે 13થી 16 એપ્રિલે છુટાછવાયા વરસાદની શક્યતા શકયતા વ્યક્ત કરી છે.

કઇ તારીખે ક્યાં પડશે વરસાદ

હવામાન વિભાગે 13 એપ્રિલે સુરત,નવસારી,વલસાડમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. ઉપરાંત  સોમનાથ સહિત સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં પણ છૂટછવાયો વરસાદ વરસી શકે છે. 13 એપ્રિલે કચ્છમાં પણ  માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

14-15 એપ્રિલે ક્યાં વિસ્તારમાં પડશે વરસાદ

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 13 એપ્રિલથી વાતાવરણમાં પલટો આવી શકે છે. 14-15 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં માવઠાની શક્યતા છે., કચ્છમાં પણ 14-15 એપ્રિલે છુટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.

16 એપ્રિલે સામાન્ય વરસાદની આગાહી

16 એપ્રિલે દાહોદ, છોટા ઉદેપુર, નર્મદામાં સામાન્ય વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

અંબાલાલે  કરી માવઠાની આગાહી કરી

આવતીકાલથી ગુજરાતના કેટલાક ભાગોમાં પ્રીમોનસુન એકટીવિટિ સાથે વરસાદની શરૂઆત થવાની શક્યતા છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, 12 થી 15 એપ્રિલ વચ્ચે આંધીવંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે. બપોર બાદ પ્રીમોનસુન એકટીવિટિ શરૂ થવાની શક્યતા છે. 16 એપ્રિલ થી રાજ્યના ભાગોમાં ગરમીનું પ્રમાણ વધશે. રાજ્યના કેટલાક ભાગોમાં 43 ડિગ્રી તાપમાન નો પારો જવાની શક્યતા છે. મે મહિનાના બીજા સપ્તાહમાં ફરી ભારે આંધી વંટોળ સાથે પ્રિમોન્સૂન એકટીવિટિ શરૂ થશે. તારીખ 24 મે થી 6 જૂન વચ્ચે રાજ્યના કેટલાક ભાગોમાં રોહિણી નક્ષત્રનો વરસાદ થવાની શક્યતા છે. 14 જૂન આસપાસ રાજ્યમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં વિધિવત વરસાદની શરૂઆત થશે. રાજ્યમાં આ વર્ષે એકંદરે ચોમાસુ સારુ રહવાની શક્યતા અંબાલાલ પેટેલે વ્યક્ત કરી છે.


Related Posts

Load more