ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનાર પોલીસ ભરતી રાજ્યના 10 લાખ યુવાનોનું ભાવિ નક્કી કરશે

By: nationgujarat
25 Nov, 2024

Gujarat Police Recruitment : ગુજરાત સરકાર દ્વારા ચુંટણીમાં જાહેરાતો બાદ હવે નં માત્રની ભરતીની જાહેરાત કરવામાં આવી છે જેમાં પોલીસ ભરતી અને GPSC ની સીધી ભરતીઓ સિવાય શિક્ષિત યુવાનોને રોજગાર આપે એવી કોઈ સરકારી ભરતી જાહેર કરવામાં આવી નથી. જ્યારે પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટે પહેલાથી જ રાજ્યના  ડીજીપીને સપ્ટેમ્બર 2025 અને સપ્ટેમ્બર 2026 સુધીમાં બે તબક્કામાં પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલની 25,000 થી વધુ જગ્યાઓની ભરતી પૂર્ણ કરવા માટે વિગતવાર સમયરેખા સબમિટ કરવાનો નિર્દેશ આપ્યા હતા.

આ દરમિયાન રાજ્ય સરકારે સબ-ઇન્સ્પેક્ટર, કોન્સ્ટેબલ, ઇન્ટેલિજન્સ ઓફિસર સહિતની વિવિધ જગ્યાઓ માટે સતત ભરતી અભિયાન શરૂ કર્યું છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ (GPRB) એ પોલીસ સબ-ઇન્સ્પેક્ટર (PSI), કોન્સ્ટેબલ અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ માટે 12,472 કર્મચારીઓની ભરતીની જાહેરાત કરી છે.  રાજ્ય સરકારે 2021-22માં ભરતી કરી છે, સત્તાવાર જાહેરાત ડિસેમ્બર 2021માં આવી હતી અને તે 10,596 માટે હતી જ્યાં લગભગ 15 લાખ લોકોએ અરજી કરી હતી.ભરતી પ્રક્રિયામાં સામાન્ય રીતે પ્રિલિમ -લેખિત પરીક્ષાઓ, ડોક્યુમેન્ટ્સ ચકાસણી અને મેડિકલ ટેસ્ટ સહિતની સખત પસંદગી પ્રક્રિયાનો સમાવેશ થાય છે. લેખિત પરીક્ષામાં સામાન્ય જ્ઞાન, વર્તમાન બાબતો, મનોવિજ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, સમાજશાસ્ત્ર અને વિજ્ઞાન જેવા વિષયોની શ્રેણી આવરી લેવામાં આવે છે. પોલીસ અધિકારીઓની ભૂમિકા અને સંખ્યા અંગે અગાઉ હાઇકોર્ટમાં સુઓમોટો અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજી સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો અનુસાર લેવામાં આવી હતી. આ મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની બનેલી બેન્ચ સમક્ષ સુનાવણી ચાલી રહી હતી.

27 સપ્ટેમ્બર, 2024 ના રોજ, રાજ્ય સરકારે હાઈકોર્ટને જાણ કરી કે તેઓ 10 વર્ષની ભરતી યોજના તૈયાર કરી રહ્યા છે. આ યોજનાનો હેતુ વર્તમાન ખાલી જગ્યાઓ સપ્ટેમ્બર 2026 સુધીમાં ભરવાનો છે. 31 જુલાઈ, 2024 સુધીમાં, રાજ્યમાં 1.28 લાખ મંજૂર પોલીસ ભરતીઓ છે, જેમાંથી 33,000 જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓમાંથી 25,500 જગ્યાઓ સીધી ભરતી દ્વારા ભરવામાં આવશે, જ્યારે 7,725 જગ્યાઓ પ્રમોશન દ્વારા ભરવામાં આવશે.

આ પણ વાંચો: ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની કરાશે ભરતી, ગૃહ રાજ્યમંત્રીની જાહેરાત, જાણો ક્યારથી શરૂ થશે પ્રક્રિયા

ગુજરાત સરકારમાં હવે હાલ કોઈ સિનિયર- જુનિયર ક્લાર્ક, તલાટી કે પ્રાથમિક શિક્ષકો, ફોરેસ્ટ વિભાગ જેવી મોટી સંખ્યામાં થતી ભરતીઓની કોઈ જાહેરાત નથી, GPSC- ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પણ ખાસ સીધી ભરતી કરવામાં આવી રહી છે જેમાં ખાસ કુશળતા, અભ્યાસ અને કૌશલ્યને આધારે ભરતી કરવામાં આવી રહી છે જેમાં સામાન્ય રીતે 12 ધોરણ કે ગ્રેજ્યુટ થયેલા ઉમેદવારો અરજી પણ કરી શકતા નથી અને બીજી બાજુ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ ઉમેદવારો- નોકરી વાંચ્છુક યુવાનો માટે હાલ કોઈ અન્ય ભરતી પણ નથી.


Related Posts

Load more