Jasprit Bumrah Break Kapil Dev Record: ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે ગાબાના મેદાનમાં ઈતિહાસ રચી દીધો છે. બુમરાહે ત્રીજી ટેસ્ટના પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયન ટીમની બીજી ઈનિંગમાં બે વિકેટ ખેરવીને એક મોટી સિદ્ધિ હાંસલ કરી છે. બુમરાહ ઓસ્ટ્રેલિયામાં ભારત માટે સૌથી સફળ ટેસ્ટ બોલર બની ગયો છે.
આ દરમિયાન બુમરાહે પૂર્વ દિગ્ગજ ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે. બુમરાહે બીજી ઈનિંગમાં સૌથી પહેલા ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ઉસ્માન ખ્વાજાને 8 રન પર આઉટ કરી દીધો હતો અને ત્યારબાદ આગલી ઓવરમાં માર્નસ લાબુશેનને પવેલિયન ભેગો કર્યો હતો.
જસપ્રીત બુમરાહે અત્યાર સુધીમાં ઓસ્ટ્રેલિયામાં 10 ટેસ્ટ મેચોમાં 52 વિકેટ હાંસલ કરી છે. ગાબા ટેસ્ટની પાંચમાં દિવસની મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમની બીજી ઈનિંગમાં બે વિકેટ ઝડપીને તેણે મોટી સિદ્ધિ હાંસલ કરી લીધી છે. બુમરાહે કપિલ દેવનો રેકોર્ડ તોડી નાખ્યો છે જેમણે 11 મેચોમાં 52 વિકેટ ઝડપી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની મેચમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ નાથન લાયનના નામ પર છે. તેણે 18 ટેસ્ટ મેચોમાં 63 વિકેટ ઝડપી છે. જ્યારે ભારત તરફથી ઓસ્ટ્રેલિયામાં સૌથી વધુ ટેસ્ટ વિકેટ બુમરાહે ઝડપી છે.
ICC ટેસ્ટ બોલર રેન્કિંગમાં નંબર-1 પર રહેલા બુમરાહે બ્રિસબેન ટેસ્ટની પ્રથમ ઈનિંગમાં 76 રન આપીને 6 વિકેટ ખેરવી હતી. આ મેચમાં તેની છઠ્ઠી વિકેટ લીધા બાદ, બુમરાહે ભારતીય ફાસ્ટ બોલર ઈશાંત શર્માનો રેકોર્ડ તોડીને SENA દેશો (દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયા)માં સૌથી વધુ વિકેટ લેનાર ભારતીય ફાસ્ટ બોલરની સિદ્ધિ હાંસલ કરી હતી.
ઓસ્ટ્રેલિયામાં ભારત તરફથી સૌથી વધુ ટેસ્ટ વિકેટ
જસપ્રીત બુમરાહ- 53 વિકેટ
કપિલ દેવ- 51 વિકેટ
અનિલ કુમ્બલે- 49 વિકેટ
રવિચંદ્રન અશ્વિન- 40 વિકેટ
બિશન સિંહ બેદી- 35 વિકેટ
SENA દેશોમાં ભારતની સૌથી વધુ ટેસ્ટ વિકેટ
અનિલ કુમ્બલે- 141 વિકેટ
જસપ્રીત બુમરાહ- 133 વિકેટ
ઈશાંત શર્મા- 130 વિકેટ
મોહમ્મદ શમી- 123 વિકેટ
ઝહીર ખાન- 119 વિકેટ
કપિલ દેવ- 117 વિકેટ