ગુજરાતમાં કેવી રીતે આવે છે ડ્રગ્સ, સુરક્ષા એજન્સીઓએ શરૂ કરી તપાસ

By: nationgujarat
28 Feb, 2024

પોરબંદરઃ ગુજરાતમાં સતત વઘી રહ્યું છે નશીલા પદાર્થોનું સેવન. એક બાદ એક સતત પકડાઈ રહ્યો છે ડ્ગ્સનો ઝથ્થો. ત્યારે સુરક્ષા એજન્સીઓએ પણ આ મામલે તપાસ તેજ કરી દીધી છે. હાલમાં જ ડ્ગ્સ સાથે પકડાયેલાં આરોપીઓની તપાસ શરૂ કરવામાં આવી છે. તેમને ગાંધીજીની જન્મભૂમિ પોરબંદર ખાતે જ થઈ રહી છે આ નશાનો કારોબાર કરનારા આરોપીઓની તપાસ. તપાસ દરમિયાન મોટા ખુલાસા થાય તેની સંભાવના છે.

ગુજરાતથી ઝડપાયો ડ્ગ્સનો મોટો જથ્થોઃ
સુરક્ષા એજન્સીઓ દ્રારા અરબી સમુદ્રના માર્ગ ફરી એક વખત ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જેમા 3 હજાર કિલો કરતા વધારેના ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક શખ્સો સુરક્ષા એજન્સીઓના હાથે ઝડપાઇ ગયા છે. ઝડપાયેલાં આરોપીઓની તપાસ કરવા માટે સુરક્ષા એજન્સીઓ કામે લાગી છે. અહીં ગુજરાત એટીએસની સાથે સાથ એનસીબીની ટીમો પણ દોડી આવી છે. સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓને આ અંગે તપાસ સોંપી દેવામાં આવી છે. ગુજરાતમાં કોણ ફેલાવી રહ્યું છે આ મોતનો કારોબાર તે અંગે થઈ રહી છે તપાસ.

ક્રૂ મેમ્બરની કરાઈ ધરપકડઃ
ડ્રગ્સ માફીયાઓ માટે ગુજરાતનો દરીયાઈ માર્ગ જાણે કે હોટ ફેવરિટ હોય તેમ અવારનવાર મોટી માત્રામાં નશાકારક પદાર્થો સુરક્ષા એજન્સીઓ દ્રારા પકડી પાડવામાં આવતા હોય છે.ત્યારે આજે ફરી એક વખત અરબી સમુદ્રમાંથી ગુજરાત એટીએસ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્રારા સંયુક્ત ઓપરેશન હાથ ધરી મોટી સફળતા મળી છે.જેમા એટીએસ અને એનસીબીને મળેલ બાતમીના આધારે ઓપરેશન હાથ ધરી અરબી સમુદ્રમાંથી વિદેશી બોટ સાથે અંદાજીત 3100 કિલો ડ્રગ્સના જથ્થા સાથે ત્રણ-ચાર જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ કરવામાં આવી છે

સુરક્ષા એજન્સીઓ લાગી કામેઃ
અરબી સમુદ્રમાંથી ઝડપાયેલ કરોડોના ડ્રગ્સના જથ્થા સાથે આરોપીઓને ગુજરાત એટીએસ અને એનસીબી દ્રારા સ્પેશ્યલ ઓપરેશન ગૃપ પોરબંદરની કચેરી ખાતે લાવવામાં આવ્યા છે.જ્યાં એટીએસ અને એનસીબી સહિતની સુરક્ષા એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં મુદ્દામાલ અને આરોપીઓ અગે વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.સમગ્ર ઘટના ક્રમ મામલે બપોર સુધીમાં પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપવામાં આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે


Related Posts

Load more