ગુજરાતમાં 37 IPS અધિકારીને લઇ સૌથી મહત્વના સમાચાર

By: Nation Gujarat Team
06 Mar, 2026

IPS Transfer: ગુજરાત પોલીસ બેડામાં મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાત ગૃહ વિભાગ દ્વારા 37 IPS અધિકારીની બદલી કરી અન્ય જગ્યાએ નિમણૂક કરવામાં આવી છે.  ઘણી જગ્યાઓએ પોસ્ટને ડાઉનગ્રેડ (ઉચ્ચ હોદ્દા પરથી નીચેના હોદ્દામાં ફેરવવી) અથવા અપગ્રેડ કરવામાં આવી છે જેથી યોગ્ય ગ્રેડના અધિકારીઓની નિમણૂક કરી શકાય. આ આદેશો જાહેર હિતમાં તાત્કાલિક અસરથી લાગુ કરવામાં આવ્યા છે.

નિર્લિપ્ત રાયની SMCમાંથી બદલી

નિર્લિપ્ત રાય (IPS: 2010) ની સ્ટેટ મોનિટરિંગ સેલ, ગાંધીનગરથી બદલી કરીને રાજકોટ રેન્જના ડેપ્યુટી ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ (DIGP) તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ નિમણૂક અશોક કુમારની બદલીથી ખાલી પડેલી જગ્યા પર, પોસ્ટને ડાઉનગ્રેડ કરીને કરવામાં આવી છે.

મહત્વની બદલીઓ પર કરો નજર

શમશેર સિંઘ (1991): ડાયરેક્ટર, સિવિલ ડિફેન્સ અને કમાન્ડન્ટ જનરલ, હોમ ગાર્ડ્સ (અમદાવાદ) તરીકે નિમણૂક

અશોક કુમાર (2003): આઈ.જી.પી. (રાજકોટ રેન્જ) થી બદલી કરી આઈ.જી.પી., CID (ઇન્ટેલિજન્સ), ગાંધીનગર બનાવવામાં આવ્યા

રાઘવેન્દ્ર વત્સ (2005): જે.સી.પી. (ક્રાઈમ, સુરત) થી બદલી કરી આઈ.જી.પી., અમદાવાદ રેન્જ તરીકે નિમણૂક

મકરંદ ગોવિંદભાઈ ચૌહાણ (2007): તેમને આઈ.જી.પી. ગ્રેડમાં પ્રમોશન આપી ડી.આઈ.જી.પી. (લો એન્ડ ઓર્ડર), ગાંધીનગર તરીકે નિમણૂક અપાઈ

વાબાંગ જામીર (1999): તેમને સુરતથી બદલી કરી હાલ વેઇટિંગ ફોર પોસ્ટિંગ (નવી નિમણૂક સુધી રાહ જોવાની સૂચના)માં રાખવામાં આવ્યા


Related Posts

Load more