ગુજરાતની શાળાઓમાં પ્રથમ સત્ર પૂરું, આજથી દિવાળી વેકેશન શરૂ; કેટલા દિવસની છે રજાઓ, ક્યારે શરૂ થશે બીજું સત્ર

By: nationgujarat
16 Oct, 2025

ગુજરાત રાજ્યની શાળાઓમાં પ્રથમ શૈક્ષણિક સત્રનું સમાપન થઈ ગયું છે. આજથી રાજ્યભરની શાળાઓમાં વિદ્યાર્થીઓ માટે આનંદદાયક દિવાળી વેકેશન શરૂ થઈ ગયું છે.શાળાઓમાં આજથી શરૂ થયેલું દિવાળી વેકેશન કુલ 21 દિવસનું રહેશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકો 5 નવેમ્બર, 2025 સુધી આ વેકેશનનો ભરપૂર આનંદ માણી શકશે. વેકેશન પૂર્ણ થયા બાદ 6 નવેમ્બર, 2025ના રોજથી શાળાઓમાં દ્વિતીય શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. પ્રથમ શૈક્ષણિક સત્રમાં કુલ 105 દિવસનું શૈક્ષણિક કાર્ય નિર્ધારિત સમયપત્રક મુજબ પૂર્ણ કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ સત્ર દરમિયાન ઉત્સાહપૂર્વક શિક્ષણ મેળવ્યું છે અને હવે તેઓ વેકેશનના મૂડમાં છે.ઉલ્લેખનીય છે કે, બીજા સત્રમાં કુલ 144 દિવસનું શૈક્ષણિક કાર્ય રહેશે, જે આવતા વર્ષે 3 મે, 2026 સુધી ચાલશે.


Related Posts

Load more