ગાંધીનગર / હવે ખાતરની કાળા બજારી નહીં ચાલે! ખેડૂતોના હિતમાં ગુજરાત સરકારનો મોટો નિર્ણય

By: Nation Gujarat Team
09 Jun, 2026

રાજ્યમાં ખાતરની કાળાબજારી પર અંકુશ લાવવા માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ખેડૂતોને ખાતરનું વિતરણ કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્ક (NFF) હેઠળ કરવામાં આવશે. નવી વ્યવસ્થાના અમલથી ખાતરના વિતરણમાં પારદર્શિતા વધશે અને ગેરરીતિઓને રોકવામાં મદદ મળશે. નવી યોજના મુજબ ખેડૂતોની જમીનના લેન્ડ રેકોર્ડ સાથે જોડાયેલી વિશેષ ઓળખ વ્યવસ્થા તૈયાર કરવામાં આવશે. દરેક ખેડૂત માટે અલગ “ફાર્મર આઈડી” બનાવવામાં આવશે, જેના આધારે ખાતરની ખરીદી અને વિતરણની સંપૂર્ણ માહિતી નોંધાશે.હાલમાં ખેડૂતોને ઓથેન્ટિકેશન પ્રક્રિયા બાદ પ્રતિ ખેડૂત મહત્તમ 50 બેગ ખાતર આપવાની વ્યવસ્થા છે. જોકે નવી સિસ્ટમ અમલમાં આવ્યા બાદ ખેડૂતોની જમીનના વિસ્તાર અને પાકની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને ખાતરનું વિતરણ વધુ વ્યવસ્થિત રીતે કરવામાં આવશે.

હવે કેન્દ્ર સરકારના નેશનલ ફર્ટિલાઇઝર ફ્રેમવર્કના અમલથી ખાતરની કાળાબજારી, જથ્થાબંધ ખરીદી અને ગેરવહેચટ જેવી સમસ્યાઓ પર અસરકારક નિયંત્રણ શક્ય બનશે.સરકારનું માનવું છે કે નવી વ્યવસ્થાથી વાસ્તવિક ખેડૂતો સુધી ખાતર સમયસર અને યોગ્ય પ્રમાણમાં પહોંચશે, જેના કારણે કૃષિ ક્ષેત્રને પણ સીધો લાભ મળશે.


Related Posts

Load more