Gujarat Local Body Election Results 2026: ગાંધીનગર મહાનગરપાલિકાની સાથે-સાથે દેવભૂમિ દ્વારકાની ઓખા અને બનાસકાંઠાની થરા નગરપાલિકાની સામાન્ય ચૂંટણીનાં પરિણામો પર પણ સૌનું ખાસ ધ્યાન કેન્દ્રિત થયેલું છે. બંને નગરપાલિકા વિસ્તારોમાં સ્થાનિક પ્રશ્નો, પાયાની નાગરિક સુવિધાઓ તેમજ સર્વાંગી વિકાસના મુદ્દાઓ કેન્દ્રસ્થાને રહ્યા છે. 11 ઓક્ટોબરે શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થયેલા મતદાન યોજાયું હતું. મતદાનના આંકડા પર નજર કરીએ તો, ઓખા નગરપાલિકામાં 63.27 ટકા જેટલું નોંધપાત્ર મતદાન થયું હતું, જ્યારે થરા નગરપાલિકામાં મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને ત્યાં રેકોર્ડબ્રેક 81.18 ટકા મતદાન નોંધાયું હતું. ઊંચા મતદાનને પગલે આ બંને પાલિકાઓમાં કયા પક્ષનું પલડું ભારે રહેશે તે જોવું રસપ્રદ બનશે.
થરા નગરપાલિકામાં 6 વોર્ડની 24 બેઠકો માટે ચૂંટણી યોજાઇ હતી. ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના મળીને કુલ 59 ઉમેદવારો મેદાને છે. પરિણામો પહેલાં જ જીતના આશાવાદ સાથે ઉમેદવારો અને સમર્થકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ગત ટર્મમાં 24 બેઠકોમાંથી 20 બેઠકો સાથે સત્તામાં રહેલું ભાજપ પોતાની સત્તા ટકાવી રાખી હતી. પરંતુ હવે સત્તામાં પરિવર્તન આવે છે કે ભાજપ ગઢ ટકાવી રાખશે તેની પર સૌ કોઈની નજર.11 ઓક્ટોબરે 8 વોર્ડની 32 બેઠકો માટે મતદાન યોજાયું હતું. ભાજપ 32 અને કોંગ્રેસના 82 સહિત કુલ 75 ઉમેદવારો મેદાનમાં છે. ચૂંટણીમાં ઓખા નગરપાલિકામાં 63.27 ટકા મતદાન નોંધાયું હતું.