ક્ષત્રિય આંદોલન ભાજપને 8 બેઠકો પર હરાવવા પ્રયત્ન કરશે – ક્ષત્રિય નેતા પી.ટી.જાડેજા

By: nationgujarat
20 Apr, 2024

Rajkot: રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ઉમેદવારી પરત ન ખેંચતા ક્ષત્રિય સમાજમાં આક્રોશ યથાવત છે. ક્ષત્રિય આંદોલન ભાજપને ભારે પડવાનો પી.ટી.જાડેજાએ દાવો કર્યો હતો. સાથે જ લોકસભાની ચૂંટણીમાં 8 બેઠક પર ભાજપને હરાવી શકીશું તેવો પણ તેમણે દાવો કર્યો હતો. ધર્મ રથ થકી ભાજપના વિરોધ કરવાનો અને ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા ન પડ્યાનો પી.ટી.જાડેજાએ દાવો કર્યો હતો. ક્ષત્રિય સમાજના અગ્રણીઓ આવતીકાલે ખોડલધામ દર્શન કરવા માટે જશે. નરેશભાઈ પટેલને આવતીકાલે મળવું કે કેમ તે સંકલન સમિતિ નક્કી કરશે.

તેમણે દાવો કર્યો હતો કે ક્ષત્રિય આંદોલનથી ભાજપને 8 બેઠકો પર હરાવી શકાશે. રૂપાલા ઉમેદવારી પાછી ન ખેચે તો ભાજપ વિરૂદ્ધ મતદાન કરવામાં આવશે. ક્ષત્રિય સમાજમાં કોઈ ભાગલા ન પડ્યાનો તેમણે દાવો કર્યો હતો. રાજકોટ,જામનગર,પાટણ, બનાસકાંઠા બેઠક પર અસર કરીશું. ક્ષત્રિય સમાજનું આંદોલન પાર્ટ-2 શરૂ થયું છે. આ આંદોલન નવી રણનીતિ સાથે શરૂ કરાશે. આંદોલન ગ્રામ્ય વિસ્તાર સુધી પહોંચાડાશે. ઉત્તર,મધ્ય અને દ.ગુજરાતમાં કાર્યક્રમો અપાશે. ધર્મરથ થકી ભાજપ વિરૂદ્ધ મતદાનની અપીલ કરાશે. સરકાર અમારી વાત કેમ નથી સ્વીકારતી. અમારા અલ્ટીમેટમને ભાજપે માન્ય રાખ્યો નથી.

પીટી જાડેજાએ કહ્યુ કે રાજપૂત સમાજે રૂપાલાને હટાવવાની માંગ યથાવત રાખી છે. સરકાર વાત નથી માનતી ત્યારે રાજપૂત સમાજે સ્પષ્ટ સ્ટેન્ડ લીધુ છે. 20 વર્ષથી ક્ષત્રિય સમાજને ટિકિટ અપાઇ નથી.શાસક પક્ષે બે દશકથી ક્ષત્રિયોને અન્યાય કર્યો છે. દેશને એક બનાવનાર સમાજને ભાજપે અન્યાય કર્યો છે. ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાની અમે અપીલ કરી છે. કોઈ પક્ષને ટેકો આપવા નહીં, પરંતુ ભાજપને હરાવવા અપીલ કરી છે. હજી સમય છે 22 તારીખ સુધી રૂપાલા ઉમેદવારી પત્રક પરત ખેંચી લે.

આ આંદોલન અમારું કોંગ્રેસ માટે નથી. એક સાથે 400 ક્ષત્રિયો ઉભા રહે તો અમારા મત ડાયવર્ટ થઈ જાય. હજી પણ સમય છે 22 તારીખ સુધીમાં પરસોતમ રૂપાલા પોતાની ઉમેદવારી પરત ખેંચી લે. ભાજપ સાથે જોડાયેલા ક્ષત્રિયોને અમારે સાથે લાવવા પણ નથી તે ભાજપમાં છે તો ભાજપમાં રહે. અમારૂ યુદ્ધ હાર જીતની નથી અમારું યદ્ધ ધર્મનું છે


Related Posts

Load more