કેવી રીતે ભણશે ગુજરાત? છોટાઉદેપુરના અંતરિયાળ વિસ્તારમાં સરકારી બિલ્ડીંગ વગર ચાલતી પ્રાથમિક શાળા

By: nationgujarat
12 Aug, 2024

રાજ્યનો સરહદી અને આદિવાસી વિસ્તાર એટલે છોટાઉદેપુર જિલ્લો છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણનું સ્તર ઊંચું આવે તે માટે સરકાર મોટા મોટા દવાઓ કરી રહી છે. જ્યારે સરકાર સૌ ભણે સૌ આગળ વધે સર્વ શિક્ષા અભિયાન બેટી બચાવો બેટી પઢાવોમાં તમામ સ્લોગનની વાતો કરતી હોય છે. પરંતુ છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આદિવાસી બાળકોને સારું શિક્ષણ મળે છે કે કેમ? તેની રિયાલિટી ચેક કરતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે. જે ગામની અમારી ટીમે મુલાકાત કરી તે ગામમાં પ્રાથમિક શાળાની સ્થાપના થઈ ત્યારથી અત્યાર સુધી બિલ્ડીંગ જ નથી.

6 વર્ષે પણ સુવિધા નહી

છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં હજુ સુધી શાળાઓના બિલ્ડીંગ બન્યા નથી. છોટાઉદેપુર જિલ્લાના અંતરિયાળ અને મધ્યપ્રદેશની બોર્ડર ઉપર આવેલ જડિયાના ગામે કડુલીયા ફળિયામાં વર્ષ 2018માં વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના થઈ હતી. આ વર્ગ પ્રાથમિક શાળાની સ્થાપના તે માટે કરવામાં આવી હતી. આ વિસ્તારના બાળકો અભ્યાસ કરીને આગળ વધે તે માટે કરવામાં આવી હતી. પરંતુ વર્ષ 2018 થી આજ દિન સુધી આ વર્ગ પ્રાથમિક શાળાનું બિલ્ડીંગ બન્યું નથી.

45થી વધુ બાળકો અભ્યાસ કરે છે

ખાનગી મકાનમાં માલિક સમદુભાઈ ઘાણકા નામમાં ગામના વ્યક્તિના મકાનમાં એકથી પાંચ ધોરણના બાળકો અભ્યાસ કરી રહ્યા છે. જડિયાના ગામે કડૂલિયા ફળિયામાં વસ્તીની વાત કરીએ તો આ ગામની અંદર 2000થી વધુની વસ્તી છે. 45થી વધુ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. બાળકોને ભનીને આગળ વધવું છે. પરંતુ શાળાનું બિલ્ડીંગ ન હોવાને લઈને બાળકો મુશ્કેલીમાં મુકાયા છે. હાલ ચોમાસાની ઋતુ ચાલી રહ્યું હોય બાળકોને બેસવામાં પણ તકલીફ પડી રહી છે. શાળાના બિલ્ડીંગ ન હોવાને લઈને એકથી પાંચ ધોરણના બાળકોને એક સાથે બેસવું પડે છે. સાથે અભ્યાસ કરવાનો વારો આવ્યો છે.

ગ્રામજનો રોષે ભરાયા

ગ્રામજનોએ અને મકાનના માલિકે વારંવાર તંત્રમાં અને શિક્ષણ વિભાગની રજૂઆત કરી હતી. પરંતુ રજૂઆત કોઈ સાંભળતું નથી તેવા પણ આક્ષેપો ગામના લોકો લગાવી રહ્યા છે. વર્ષ 2018 થી આજે વર્ષ 2024 ચાલી રહ્યું છે. ત્યારે અત્યાર સુધી ગામમાં શાળાનું બિલ્ડીંગ ન બનતા હાલતો ગ્રામજનો રોષે ભરાયા  છે. વર્ગ પ્રાથમિક શાળાના શિક્ષકોની વાત કરીએ તો વર્ગ પ્રાથમિક શાળામાં મહેકમ પ્રમાણે બે શિક્ષક હોવા જોઈએ. પરંતુ હાલ તો એક જ શિક્ષક અભ્યાસ કરાવી રહ્યા છે.

મકાનના માલિકની માગ

એક શિક્ષક ન હોવાને લઈને બાળકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે સરકાર જે આદિવાસી વિસ્તારમાં શિક્ષણનું સ્થળ ખૂબ આગળ વધી રહ્યું છે. તેવી વાતો કરે છે.પરંતુ આ સ્થિતિ હોય તો કેવી રીતે ભનશે આદિવાસી બાળકો.? ત્યારે હાલ તો વાલીઓ બાળકો અને ગ્રામજનો અને મકાનના માલિકે તંત્ર અને સરકાર પાસે માંગ કરી છે. આ ગામની અંદર વહેલામાં વહેલું શાળાનું બિલ્ડીંગ બનાવવામાં આવે અને બાળકોને અભ્યાસ કરવામાં મુશ્કેલી પડી રહી છે. તે દૂર થાય તેવી માંગ કરી રહ્યા છે. ત્યારે આ અહેવાલ ચાલ્યા બાદ તંત્ર ક્યારે આ ગામની અંદર બિલ્ડીંગ બનાવે છે. તે જોવાનું રહ્યું.


Related Posts

Load more