Rohit શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં પહોંચી ગઈ છે. ઈંગ્લેન્ડ સામેની સેમીફાઈનલ મેચમાં ભારતીય ટીમ માટે બોલરો અને બેટ્સમેનોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. મેચમાં કેપ્ટન રોહિત શર્માએ અડધી સદી ફટકારી હતી જ્યારે અક્ષર પટેલ અને કુલદીપ યાદવે શાનદાર બોલિંગ કરીને ત્રણ-ત્રણ વિકેટ ઝડપી હતી. ટીમ ઈન્ડિયાએ સમગ્ર ટૂર્નામેન્ટમાં એકજૂથ પ્રદર્શન કર્યું છે અને ફાઈનલમાં જગ્યા બનાવી છે.
રોહિત શર્માનો આ વીડિયો સામે આવ્યો છે
ઈંગ્લેન્ડ સામેની જીત બાદ જ્યારે તમામ ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા. ત્યારે રોહિત શર્મા દરવાજા પાસે ખુરશી પર બેઠો હતો. આ દરમિયાન તેણે એક હાથથી પોતાનો ચહેરો ઢાંક્યો હતો અને તેની આંખોમાં આંસુ હતા. ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ હોવાથી તે કદાચ ભાવુક થઈ ગયો હતો. ભારતને ટ્રોફી જીતવાની વધુ એક તક મળી છે. જતી વખતે વિરાટ કોહલી તેના પર હાથ મૂકે છે અને પછી અંદર જાય છે. ગત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હરાવી હતી. હવે ભારતે એ હારનો બદલો લઈ લીધો છે.
Rohit Sharma crying after the win, Virat Kohli cheering him up. #INDvENG pic.twitter.com/KlgyrCzvES
— S I D (@iMSIDPAK) June 27, 2024
ભારતીય ટીમ ત્રીજી વખત ફાઇનલમાં પહોંચી છે
ભારતીય ટીમે કુલ ત્રીજી વખત T20 વર્લ્ડ કપની ફાઇનલમાં જગ્યા બનાવી છે. આ પહેલા ટીમ ઈન્ડિયા ટી20 વર્લ્ડ કપ 2007 અને 2014ની ફાઇનલમાં પણ પહોંચી હતી. ભારતે 2007ની ફાઇનલમાં પાકિસ્તાનને હરાવીને ટાઇટલ જીત્યું હતું. 2014માં તેને શ્રીલંકા સામે હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતીય ટીમ T20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલમાં દક્ષિણ આફ્રિકાની ટીમ સામે ટકરાશે.
ભારતીય ટીમ મેચ જીતી હતી
ટીમ ઈન્ડિયા આ મેચમાં ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા આવી હતી. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 171 રન બનાવ્યા હતા. આ દરમિયાન રોહિચ શર્માએ 57 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં રોહિતે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. સૂર્યકુમાર યાદવે તેને સારો સાથ આપ્યો હતો. આ બંને ખેલાડીઓએ ભારતીય ટીમની જીતનો પાયો નાખ્યો હતો. તેણે 36 બોલમાં 47 રનનું યોગદાન આપ્યું હતું. અંતમાં હાર્દિક પંડ્યાએ 23 રન બનાવ્યા હતા. આ પછી, ઇંગ્લેન્ડની ટીમ લક્ષ્યનો પીછો કરતી વખતે ક્યારેય લયમાં જોવા મળી નથી. ટીમ તરફથી હેરી બ્રુકે સૌથી વધુ 25 રન બનાવ્યા હતા.