Related Posts
આજે વિશ્વકપની ફાઇનલમાં ટોસ જીતી ઓસ્ટ્રલીયાએ પહેલા ફિલ્ડીગ કરવાનો નિર્ણય કર્યો અને બેટીંગ કરવા ઉતરેલી ટીમ ઇન્ડિયા મોટો સ્કોર કરશે તેમ અનુમાન હતું પણ એવુ ન થયું. 30 રનમાં પહેલી વિકેટ ગીલની પડી પછી રોહીતે આઉટ થયો પછી અય્યર તરત આઉટ થતા ટીમ સતત દબાણ હેઠળ લાગતી હતી. અય્યર અને ગીલની ખરાબ બેટીંગ પ્રદર્શન જોવા મળ્યું તો ઓસ્ટ્રલીયાએ જોરદાર ફિલ્ડીગ કરી અંદાજે 40 રન તો બચાવી જ લીધા તેમ કહેવાય . કોહલીની વિકેટ પડતા ભારતીય ખેમામાં સન્નાટો છવાયો પરંતુ એક આશા રાહુલ અને સુર્યયાદવની હતી તે પણ ફાઇનલમાં નાકામ રહી. ભારતે ઓસ્ટ્રલીયાને જીતવા માટે સામન્ય સ્કોર 241 રનનો આપ્યો છે હવે દારોમદાર બોલીંગ પર છે હવે ભારતને મેચમાં બોલીગ માં કોઇ ચમતકાર થાય તો જ બચાવે તેમ લાગે છે.