જ્યારે ઉનાળાની શરૂઆત થતાં જ લીંબુના ભાવ પ્રતિ એક કિલોના 200 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે. ઉનાળાના શરૂઆતના સમયમાં માત્રને માત્ર 40 રૂપિયા પ્રતિ 1 kg એ લીંબુ વેચાયા હતા જે હાલમાં 200 રૂપિયા પ્રતિ એક કિલો એ વેચાઈ રહ્યા છે.શાકભાજીના વેપારી નરવરણ સિંહ એ જણાવ્યું હતું કે, ઉનાળામાં લીંબુની આવકમાં ઘટાડો થાય છે. જેના કારણે ભાવમાં વધારો થાય છે. હજુ ઉનાળા ની શરૂઆત થઇ છે,ત્યાં ભાવમાં વધારો થયો છે.ભાવનગર જિલ્લા ના શિહોર વિસ્તાર માં ખેડૂતો દ્વારા લીંબુની ખેતી કરવામાં આવે છે.ભાવનગર, પાલીતાણા, શિહોર વિસ્તારમાંથી માર્કેટિંગ યાર્ડમાં લીંબુની આવક થઇ રહી છે. ભાવનગર યાર્ડમાં લીલા અને પીળા લીંબુ આવી રહ્યાં છે. તેમજ દેશી લીંબુની આવક જોવા મળી રહી છેસામાન્ય રીતે લીંબુનો વર્ષભર ઉપયોગ થતો હોય છે. પરંતુ ઉનાળામાં લીંબુનો વપરાશ વધી થાય છે. ઉનાળામાં લીંબુ સરબત, લીંબુ સોડા, શેરડીનાં રસ વગેરેમાં લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. ઉનાળા આવતા લીંબની આવકમાં સામાન્ય ઘટાડો થતો હોય છે અને માંગમાં વધારો થાય છે. જેના કારણે લીંબુનાં ભાવમાં વધારો થયા છે. ભાવનગરના બજારમાં લીંબુના ભાવમાં વધારો થયો છે.ઉનાળા શરૂઆત થતાજ લીંબુના ભાવ વધતા લોકોને પરસેવો વળી ગયો છે. આગામી દિવસમાં હજુ લીંબુનાં ભાવ વધવાની શક્યતા છે. લીંબુનાં ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાઇ ગયું છે. ગૃહિણીઓએ લીંબુનો વપરાશ ઘટાડી દીધો છે. વધતા ભાવને પગલે ગૃહિણીઓ રસોઇમાં જરૂર મુજબ જ લીંબુનો ઉપયોગ કરી રહી છે.