ઇજિપ્ત – ઓઈલના ટેન્કરમાં આગ લાગતા 31 લોકો જીવતા ભૂંજાયા

By: Nation Gujarat Team
26 Nov, 2026

ઇજિપ્તની રાજધાની કાહિરા નજીક હાઇવે પર બુધવારે રાત્રે તેલના ટેન્કરમાં આગ લાગી હતી. ત્યાં હાજર અનેક વાહનો આગની ઝપેટમાં આવતાં બળીને ખાખ થઈ ગયાં.

ઇજિપ્તના આરોગ્ય મંત્રાલય અનુસાર, આ અકસ્માતમાં 31 લોકોનાં મોત થયાં છે અને 21થી વધુ લોકો ઘાયલ થયા છે. સળગતી કારોમાંથી લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા.

મીડિયા અહેવાલો અનુસાર, તેલથી ભરેલો ટ્રક કાબૂ ગુમાવીને સેન્ટ્રલ રિઝર્વેશન સાથે અથડાયો અને પલટી ગયો, જેના કારણે વિસ્ફોટ થયો. આગ પર હવે કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.

અકસ્માતની જાણ થતાં જ ઘટનાસ્થળે પહોંચેલા અગ્નિશામક દળના કર્મચારીઓ આગ બુઝાવવામાં લાગી ગયા હતા. ઘટનાસ્થળે હાજર સેંકડો લોકોએ ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા.

બચાવ કામગીરીમાં 39 એમ્બ્યુલન્સ તહેનાત

આ દુર્ઘટના કૈરોના ઉપનગર ઇમ્બાબાના વર્રાક જિલ્લામાં થઈ, જ્યાં આગ ઝડપથી અનેક કારમાં ફેલાઈ ગઈ. ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ-ફતહ અલ-સીસીએ પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી.

ઇજાગ્રસ્તોને જાયદ સ્પેશિયલાઇઝ્ડ, ઇમ્બાબા જનરલ અને વર્રાક સેન્ટ્રલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બચાવ અભિયાનમાં 39 એમ્બ્યુલન્સ તહેનાત કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં વાહનોની ટક્કરમાં 21ના મોત થયા હતા

ઇજિપ્તમાં દર વર્ષે માર્ગ અકસ્માતોમાં હજારો લોકોના મોત થાય છે. પૂરપાટ ઝડપ, ખરાબ રસ્તાઓ અને ટ્રાફિક નિયમોનું યોગ્ય રીતે પાલન ન થવું આ દુર્ઘટનાઓના મુખ્ય કારણો છે. આ જ વર્ષે જાન્યુઆરીમાં બેની સુએફ પ્રાંત પાસે ઘણા વાહનોની ભીષણ ટક્કરમાં 21 લોકોના મોત થયા હતા, જ્યારે 16 ઘાયલ થયા હતા.


Related Posts

Load more
Follow Us

Live Cricket Score