અન્ડર 19 વર્લ્ડ કપની 15મી આવૃતિ આ વર્ષે દક્ષિણ આફ્રિકામાં રમાશે. જેમાં ભારત ડિફેન્ડિંગ ચેમ્પિયન તરીકે વર્લ્ડ કપમાં પ્રવેશ કરશે. ભારત સૌથી વધુ 5 વાર અન્ડર 19 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બન્યું છે. ભારત આ વર્ષે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું પ્રબળ દાવેદાર છે.ભારત અન્ડર 19 વર્લ્ડ કપમાં ગ્રુપ Aમાં સામેલ છે. ભારત સિવાય અન્ય ત્રણ ટીમો પણ આ ગ્રુપમાં છે. આ ચાર ટીમો વચ્ચે ગ્રુપ મેચો રમાશે. ભારત ગ્રુપ Aમાં સામેલ બાંગ્લાદેશ, આયર્લેન્ડ અને યુએસએ સામે એક-એક મેચ રમશે. મતલબ કે ભારત કુલ ત્રણ ગ્રુપ મેચ રમશે. જો ભારત આ ગ્રૂપમાં ટોપ-2માં રહેશે, તો સુપર-8 રાઉન્ડમાં ક્વોલિફાય કરશે.ટીમ ઈન્ડિયાનો અન્ડર 19 વર્લ્ડ કપમાં પહેલો મુકાબલો બાંગ્લાદેશ સામે થશે. આ મેચ 19 જાન્યુઆરીએ એટલે કે આવતીકાલે જ યોજાશે. આ મેચ બ્લૂમફોન્ટેનમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 1:30 વાગ્યે શરૂ થશે.ભારતીય ટીમનો અન્ડર 19 વર્લ્ડ કપમાં ગ્રુપ સ્ટેજમાં અંતિમ મુકાબલો 28 જાન્યુઆરીએ યુએસએ સામે બ્લૂમફોન્ટેનમાં જ થશે અને આ મેચ પણ બપોરે 1:30 વાગ્યે જ શરુ થશે.