આર.કે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની પોલીસમાં અરજી

By: nationgujarat
28 Sep, 2024

રાજકોટ: રાજકોટનું નામાંકિત બિલ્ડર ગ્રૂપ RK વિવાદમાં આવ્યું છે. RK ગ્રુપના પ્રોજેકટમાં ઓફીસ લીધા બાદ એલોટેડ પાર્કિંગ માટે અલગ થી રૂપિયા ચૂકવવા પડતા હોવાના આરોપ લાગ્યા છે. આર.કે ગ્રુપના બિલ્ડર્સ દ્વારા પાર્કિંગ વેચવાનું કૌભાંડ આચરવામાં આવતું હોવાના આક્ષેપ સાથેની પોલીસમાં અરજી કરવામાં આવી છે. પોલીસે તપાસ ન કરતા કોર્ટ દ્વારા માલવીયાનગર પોલીસને તપાસનો આદેશ આપવામાં આવ્યો છે.

શહેરના બાલાજી હોલ સામે 150 ફૂટ રીંગ રોડ ઉપર RK પ્રાઇમ 2 બિલ્ડીંગના ઓફિસધારોક ચંદ્રેશ પટેલે પોલીસમાં ફરિયાદ કરી હતી. જોકે પોલીસે ગુનો ન નોંધાતા મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. પાર્કિંગ વેચી ગેરકાયદેસર રકમ ઉઘરાવી ફ્રોડ કરવા અને ખોટી વિગતો વાળા દસ્તાવેજોના આધારે મિલકત વેચાણ કરી હોવાનો આરોપ RK બિલ્ડર ગ્રૂપ પર કરવામાં આવ્યા છે.

એટલું જ નહીં પાર્કિંગમાં પરવાનગી વગર બાંધકામ કરવામાં આવ્યું હોવાના પણ આરોપ લગાવ્યા છે. પોલીસે કોર્ટમાં ખોટો રિપોર્ટ રજૂ કર્યો જેના કારણે કોર્ટે ફરી તપાસ કરવાનો આદેશ કર્યો છે. ગ્રાઉન્ડ ફ્લોર પર પાર્કિંગની જગ્યામાં વિકલાંગ ટોયલેટ અને ટોયલેટ પ્લાનમાં દેખાડ્યું છે પરંતુ ત્યાં શોરૂમ ખોલી દીધો હોવાનું સામે આવ્યું છે. ટુ વ્હીલર નું પાર્કિંગ અગાસી પર બતાવ્યું છે પરંતુ આવી કોઈ સુવિધા જ ઉભી કરી નથી. જેથી વકીલ મારફતે ફરિયાદી કોર્ટમાં કેસ લડી રહ્યા છે. RK બિલ્ડર ગ્રૂપ ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે. જે મુદ્દો સામે આવ્યો છે તે પાર્કિંગ બાબતનો છે જે સામાન્ય બાબત છે. સામાન્ય બાબતનો પ્રશ્ન ક્લાયન્ટ સાથે ઉકેલી શકાય તેવો છે. જોકે કોર્ટ મેટર હોવાથી પોલીસ તપાસ કરી રહી છે. અદાલતની કોપી અમને મળી નથી. પોલીસે FIR કરી છે કે નહીં તે વાત થી પણ અમે અજાણ છીએ. ગેરકાયદેસર બાંધકામના આરોપ લગાવી ફરિયાદી રૂપિયા પડાવવા માંગતા હોવાની શંકા છે.


Related Posts

Load more