ચંદ્રમા 28 જૂનની રાત્રે વૃશ્ચિક રાશિમાંથી નીકળી ધન રાશિમાં ગોચર કરશે. ચંદ્રમાના રાશિ પરિવર્તન કરવાની સાથે સિંહ રાશિમાં બેઠેલા કેતુની સાથે નવપંચમ રાજયોગ બનસે. કેતુ અને ચંદ્રમા ભલે આપસમાં શત્રુ હોય પરંતુ નવપંચમ રાજયોગ બનાવી આ બંને ગ્રહ કેટલીક રાશિઓને લાભ અપાવી શકે છે. આ રાશિઓને સામાજિક સ્તર પર સન્માનની પ્રાપ્તિ થઈ શકે છે અને આર્થિક પક્ષમાં પણ સારા ફેરફાર જોવા મળી શકે છે. આવો આ રાશિઓ વિશે જાણીએ.
ચંદ્રમાનું ગોચર તમારા ભાગ્ય ભાવમાં થશે. તો કેતુ તમારા પંચમ ભાવમાં બિરાજમાન હશે. આ બંને ગ્રહોની સ્થિતિને કારણે તમારા જ્ઞાનમાં વધારો થઈ શકે છે. તમારી વાતોથી લોકોને આકર્ષિત કરી શકો છો, જેના કારણે સમાજમાં તમારૂ માન-સન્માન વધી શકે છે. આ રાશિના વિદ્યાર્થીઓની એકાગ્રતામાં વધારો થશે અને શિક્ષણના ક્ષેત્રમાં સારા પરિણામ પ્રાપ્ત થઈ શકે છે. કરિયરના ક્ષેત્રમાં સારા ફેરફાર જોવા મળી શકે છે અને તમારા આર્થિક પક્ષમાં સુધાર થશે. સંચિત સંપત્તિમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે.
નવપંચમ યોગ દરમિયાન ચંદ્રમા તમારા પાંચમાં ભાવમાં રહી તમારા પ્રેમ સંબંધોમાં સુખદ અનુભવ કરાવી શકે છે. આ રાશિના કેટલાક લોકો પાર્ટનરની સાથે લગ્નના બંધનમાં બંધાવાનો વિચાર પણ કરશે. આ સાથે આર્થિક દ્રષ્ટિએ પણ કેતુ-ચંદ્રનો નવપંચમ રાજયોગ તમારા માટે સુખદ સાબિત થઈ શકે છે. રોકાણ કરવામાં આવેલા ધનથી તમને લાભ મળવાની સંભાવના છે. સિંહ રાશિના લોકો સામાજિક સ્તર પર ખ્યાતિ પ્રાપ્ત કરી શકે છે. જે લોકો રાજનીતિના ક્ષેત્રમાં છે તે પોતાની વાણીથી લોકોને આકર્ષિત કરવામાં સફળ થશે.
નવપંચમ યોગ તમારા આત્મવિશ્વાસને જગાડવાનું કામ કરશે. આ યોગ બનવાથી તમે તમારી વાત સ્પષ્ટ રીતે લોકોની સમક્ષ રાખી શકશો અને તમારી સ્પષ્ટ વાણી સમાજમાં તમને માન-સન્માન અપાવી શકે છે. કેટલાક લોકોને અચાનક ધનલાભથવાનો યોગ છે. શેર બજારમાંથી કમાણી કરી શકો છો. કરિયરના ક્ષેત્રમાં આવી રહેલી મુશ્કેલી દૂર થઈ શકે છે.
ડિસ્ક્લેમરઃ ધાર્મિક માન્યતા અને જ્યોતિષિય જાણકારીના આધારે આ આર્ટિકલ લખવામાં આવ્યો છે. NATIONGUJARAT તેની પુષ્ટિ કરતું નથી. વધુ માહિતી માટે સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લો.