આજથી ભવનાથ ખાતે મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ, લાખો શ્રદ્ધાળુઓનું ઉમટશે ઘોડાપુર

By: nationgujarat
05 Mar, 2024

દેવાધિદેવ મહાદેવની પૂજા-અર્ચનાનો સૌથી મોટો પર્વ એટલે મહાશિવરાત્રિ (Mahashivratri). આ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે રાજ્યમાં ઠેર ઠેર શિવભક્તો દ્વારા મહાશિવરાત્રિની ઉજવણી માટે ઉત્સાહભેર અને ભારે ઉમંગ સાથે તૈયારીઓ કરવામાં આવી રહી છે. જુનાગઢમાં (Junagadh) આવેલા ભવનાથ (Bhavnath) ખાતે દર વર્ષની જેમ આ વર્ષે મહાશિવરાત્રિના મેળા માટે સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે. ભવનાથ મંદિર ખાતે ધ્વજારોહણ થયા બાદ મેળાનો પ્રારંભ કરાશે.જૂનાગઢના (Junagadh) ગિરનારની (Girnar) તળેટીમાં સુવર્ણરેખા નદીના કિનારે દેવાધિદેવ ભવનાથ (Bhavnath) મહાદેવ ભગવાનનું ખૂબ પ્રાચીન અને અદ્ભુત મંદિર આવેલું છે. આ મંદિરે દૈનિક ધોરણે મોટી સંખ્યમાં શિવભક્તો દર્શન માટે આવતા હોય છે. ત્યારે દર વર્ષે મહાશિવરાત્રિના પર્વની અહીં ઉમળકાભેર ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે પણ મહાશિવરાત્રિની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવશે. શિવરાત્રિના (Shivratri) દિવસે ભગવાન મહાદેવના દર્શન માટે મોટી સંખ્યામાં શિવભક્તો આવવાના હોવાથી સ્થાનિક તંત્ર દ્વારા પણ યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. આજથી ભવનાથ ખાતે મહાશિવરાત્રીના મેળાનો પ્રારંભ થવાનો છે. લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભવનાથ ધામ પહોંચશે. ત્યારે મેળાને લઇને સ્થાનિક તંત્ર દ્વારા તૈયારીઓને આખરી ઓપ અપાયો છે.

દર્શન, સુરક્ષા, આરોગ્ય, રોકાણ માટે યોગ્ય વ્યવસ્થા

ભવનાથ ખાતે આજથી મહાશિવરાત્રિ મેળાનો પ્રારંભ થશે. ભવનાથ મંદિરે ધ્વજારોહણ બાદ મેળાનો પ્રારંભ થશે. આજથી 8 માર્ચ સુધી ભવનાથ ખાતે મહાશિવરાત્રિનો મેળો (Mahashivratri Fair) યોજાશે, જેમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં શિવભક્તો આવશે. ત્યારે શિવરાત્રિ નિમિત્તે સાધુ-સંતોએ પણ અહીં ધૂણી ધખાવી છે. આ મેળાને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્ર દ્વારા શ્રદ્ધાળુઓ માટે દર્શન, સુરક્ષા, આરોગ્ય, રોકાણ સહિતની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત, મેળા દરમિયાન સાફ-સફાઈ, પાર્કિંગ વ્યવસ્થા, પ્રસાદી સહિતનું પણ વિશેષ ધ્યાન રાખવામાં આવશે.


Related Posts

Load more