આજથી આ 4 રાશિવાળાનું સૂતેલું ભાગ્ય જાગશે

By: Nation Gujarat Team
01 Jul, 2026

ગ્રહોના ગોચર અને સ્થિતિને પગલે શુભ અશુભ યોગ સર્જાતા હોય છે. આજથી જુલાઈ મહિનો શરૂ થયો છે અને આજે સાંજે જ 6.51 કલાકે જ્યોતિષીય ગણતરીઓની દ્રષ્ટિએ બ્રહ્માંડમાં એક ખુબ જ દુર્લભ ઘટના ઘટશે. સૂર્ય દેવ અને અરુણ ગ્રહ એક બીજાથી 36 ડિગ્રીએ એક વિશેષ સ્થિતિમાં જોવા મળશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રીતે ગ્રહો આ સ્થિતિમાં હોય ત્યારે દશાંક યોગ બને છે. અત્રે જણાવવાનું કે સૂર્ય એ આત્મા, માન સન્માન અને સફળતાના કારક ગ્રહ ગણાય છે. જ્યારે અરુણ દેવ એ અચાનક બદલાવ, નવીનતા અને ક્રાંતિકારી વિચારોના સ્વામી ગણાય છે. આ બંને ગ્રહોના આવા દુર્લભ સંયોગથી કેટલીક રાશિઓ માટે ભાગ્ય ઉઘડી જાય તેવું બની શકે છે. જાણો કઈ રાશિના જાતકોને આ દુર્લભ સંયોગ ફાયદો કરાવશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ સંયોગ કોઈ વરદાનથી કમ નહીં હોય. સૂર્ય અને અરુણની આ સ્થિતિ તમને કાર્યક્ષેત્રે મોટો ફાયદો કરાવી શકે છે. કોઈ સરકારી કામ અટકેલું હશે તો પાર પડી શકે છે. અચાનક ધનલાભના યોગ બની શકે. વેપારમાં નવી અને લાભકારી  ડીલ થઈ શકે છે. આ દરમિયાન સીનિયરો સાથે સંબંધ મધુર રાખો અને પદોન્નતિના રસ્તા ખુલી શકે છે.

સિંહ રાશિ

સૂર્ય એ સિંહ રાશિના સ્વામી છે આથી આ દશાંક યોગની સીધી અને સકારાત્મક અસર તમારા પર પડી શકે છે. તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. સમાજ અને કાર્યસ્થળ પર તમારી પ્રતિષ્ઠા વધશે. તમારી નેતૃત્વ ક્ષમતાને લોકો બિરદાવશે. રોકાણ માટે આ સમય ખુબ સારો છે. જૂના ફસાયેલા પૈસા પાછા મળી શકે છે. અહંકારથી બચો અને તમારી ઉર્જાનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરવો.

તુલા રાશિ

તુલા રાશિવાળા માટે આ સમય આર્થિક રીતે ખુબ સારો રહી શકે છે. અરુણ ગ્રહના પ્રભાવથી તમારા જીવનમાં કઈક સકારાત્મક અને અચાનક ફેરફાર આવી શકે છે. નોકરીયાતોને નવી  તકો મળશે. જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ તો સારી ઓફર મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે જેનાથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ પણ મોટો નાણાકીય નિર્ણય ઉતાવળમાં ન લેવો. સમજી વિચારીને આગળ વધવું.

ધનુ રાશિ

ધનુ રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથે મળી શકે છે. આ યોગના પ્રભાવથી તમારા વિચારેલા કામ સમયસર પૂરા થઈ શકે છે. ઉચ્ચ શિક્ષણ કે વિદેશ મુસાફરીની ઈચ્છા રાખતા વિદ્યાર્થી માટે આ સમય અનુકૂળ પરિણામ લઈને આવશે. પૈતૃક સંપત્તિથી લાભ  થવાની શક્યતા છે. વેપાર અર્થે મુસાફરી સુખદ અને નફો કરાવતી રહી શકે.

(Disclaimer: અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, nationgujarat.com તેની પુષ્ટિ કરતું નથી.)

તસવીરો-


Related Posts

Load more