આઇસીસીએ જાહેર કર્યો મહિલા ટી20 વર્લ્ડકપનો કાર્યક્રમ,

By: nationgujarat
05 May, 2024

આ વર્ષે આઇસીસીની કેટલીક મોટી ઇવેન્ટો આવી રહી છે, પુરુષોના ટી20 વર્લ્ડકપની સાથે સાથે હવે મહિલાઓના ટી20 વર્લ્ડકપનું પણ એલાન થઇ ગયુ છે. ICC એ આ વર્ષે બાંગ્લાદેશમાં યોજાનાર મહિલા T20 વર્લ્ડકપનું શિડ્યૂલ જાહેર કર્યું છે. ટૂર્નામેન્ટ 3 ઓક્ટોબરથી શરૂ થશે અને 20 ઓક્ટોબરે ઢાકામાં ફાઇનલ મેચ રમાશે. આ વૈશ્વિક ટૂર્નામેન્ટમાં ભારત અને પાકિસ્તાનની ટીમો એક જ ગ્રુપમાં સામેલ છે. ભારત 4 ઓક્ટોબરે સિલ્હટમાં ન્યૂઝીલેન્ડ સામે તેના અભિયાનની શરૂઆત કરશે.

T20 વર્લ્ડકપ માટે 10 ટીમોને પાંચ-પાંચ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. ભારતને ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન અને ક્વૉલિફાયર-1 સાથે ગ્રુપ-એમાં સામેલ કરવામાં આવ્યું છે, જ્યારે ગ્રુપ-બીમાં દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ અને ક્વૉલિફાયર-2 ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રુપ સ્ટેજની મેચ 6 ઓક્ટોબરે સિલ્હટમાં રમાશે. આઠ ટીમો સિવાય બાકીની બે ટીમોની પસંદગી ક્વૉલિફાયરના આધારે કરવામાં આવશે.

તમામ ટીમો ગ્રુપ સ્ટેજમાં ચાર મેચ રમશે
મહિલા T20 વર્લ્ડકપમાં તમામ ટીમો ગ્રૂપ સ્ટેજમાં ચાર-ચાર મેચ રમશે, જેમાંથી દરેક ગ્રુપમાંથી ટોચની બે ટીમો સેમિફાઇનલમાં પ્રવેશ કરશે. સેમિફાઇનલ મેચ 17 અને 18 ઓક્ટોબરે રમાશે. ટૂર્નામેન્ટ દરમિયાન 19 દિવસમાં કુલ 23 મેચો રમાશે. T20 વર્લ્ડકપની તમામ મેચ ઢાકા અને સિલ્હટમાં યોજાશે. સેમી ફાઈનલ અને ફાઈનલ મેચ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.ગૃપ આ પ્રકારે છે….
ગ્રુપ A: ઓસ્ટ્રેલિયા, ભારત, ન્યૂઝીલેન્ડ, પાકિસ્તાન, ક્વૉલિફાયર-1
ગ્રુપ-બી: દક્ષિણ આફ્રિકા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, બાંગ્લાદેશ, ક્વૉલિફાયર-2


Related Posts

Load more