Related Posts
શ્રીનગર, તા. 5
જમ્મુ કાશ્મીરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે માહોલ જામવા લાગ્યો છે. એક તરફ કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધી કાશ્મીરમાં પડાવ નાંખીને બેઠા છે. તે સમયે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે જમ્મુ કાશ્મીરમાં ભાજપના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે.
શાહ આવતીકાલે બપોરે બે વાગે જમ્મુમાં ભાજપના મીડિયા સેન્ટર ખાતે પક્ષના કોર ગ્રુપની બેઠકને સંબોધશે અને તે સાથે તેઓ પક્ષનો રાજય માટેનો ચૂંટણી ઢંઢેરો પણ રીલીઝ થશે.
શાહ બીજા દિવસે શનિવારે ખીણ વિસ્તારની મુલાકાત લેશે અને અહીં પક્ષના પ્રચારનો પ્રારંભ કરશે. રાજયમાં પ્રથમ તબકકાની ચૂંટણીમાં તા.18 સપ્ટેમ્બરના મતદાન થનાર છે અને તેમાં 219 ઉમેદવારો મેદાનમાં છે. ભાજપે કલમ 370ની નાબુદી બાદ કાશ્મીરમાં જે રીતે શાંતિ વધી છે તેનો મુખ્ય પ્રચાર કરવા નિર્ણય લીધો છે.