ફિલ્મ ફેર એવોર્ડ ની આગલી રાત્રિ એ બૉલીવુડ ની અમુક હસ્તીઓ નો જમાવડો કાંકરિયાના ઇકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે જોવા મળ્યો હતો , જેમાં અભિષેક બચ્ચન એ ફોટો શૂટ કર્યું હતું , અક્ષયકુમાર , કારણ જોહર , બૉલીવુડ ના કિંગ એવા શાહરુખ ખાન તેમના દીકરા અર્યાનખાન સાથે ઈકા સ્પોર્ટ્સ ક્લબ ખાતે રિહર્સલ કરવા આવી પહોંચ્યા હતા , સખત ટાઈટ સિકયુરિટી સાથે મોંઘીદાટ કાર માં શાહરુખ ખાન ઇકા સ્પોર્ટ્સ ક્લબ સ્ટેડિયમ માં પ્રવેશ કર્યો હતો.
શાહરુખ ખાન ની એક ઝલક જોવા માટે માનવ મહેરામણ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બહાર ઉમટી પડ્યું હતું . પણ અફસોસ કે ટાઈટ સેક્યુરીટી અને ગાડી ના ગ્લાસ કાલા તેમજ પડદા નાખેલા હોવાથી લોકો શાહરુખ ખાન ને નિહાળી શક્યા નહોતા.એવું માનવામાં આવી રહ્યું છે કે આવતીકાલે રાત્રે 8 વાગ્યે ફિલ્મફેર એવોર્ડ શરૂ થશે જે મોદી રાત્રે 2 વાગ્યા સુધી ચાલશે જેથી બૉલીવુડ ના સિતારા કાંકરિયા વિસ્તાર ના પ્રસિદ્ધ એવા કાંકરિયા લેક , તેમજ બાલવાટિકા ની મુલાકાત કરી શકે છે,
મળતી માહિતી મુજબ ફિલ્ફર એવોર્ડ પત્યા બાદ બૉલીવુડ ના અમુક સિતારા અમદાવાદ ના પ્રખ્યાત એવા માણેકચોક ની ખાણી પીણી બાઝાર ની અથવા સિન્ધુભવન રોડ પર કોઈ ફૂડ કોર્ટ ની મુલાકાત કરી શકે છે.. એવી ભી વાત સામે આવી રહી છે કે એસ.જી હાઇવે રોડ પાર આવેલ પ્રખ્યાત એવા પેલેડિયમ મોલ ની મુલાકાત ભી કરી શકે છે