Related Posts
તંત્ર દ્વારા દિવાળીના તહેવાર સમયે ગદંકી ફેલાવતા એકમો સામે લાલ આંખ કરી છે. તંત્ર દ્વારા 8.9 કિગ્રા નો પ્લાસ્ટીકનો જથ્થો પણ જપ્ત કરવામાં આવ્યો છે જેની સાથે ડેબ્રિજ અને ગંદકી ફેલાવનાર 14 એકમો સિલ કરવામાં આવ્યા છે. ઉત્તર ઝોનમાં ગંદકી ફેલાવતા 296 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે અને 1 લાખથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે. જો કે આરોગ્ય સાથે ચેડા કરવા બદલ વિવિઘ એકમો સામે હજુ સુધી તંત્રએ કોઇ કાર્યવાહી કરી નથી. સ્થાનિકોએ તંત્રની કામગીરી પર સવાલ કર્યા છે કે આરોગ્ય સાથે જે એકમો ચેડા કરે છે તેને બંઘ કરવાની કામગીરી થવી જોઇએ અને પ્લાસ્ટીકના એકમો સામે કાર્યવાહી કરી પરંતુ ઉત્પાદન કરતા એકમો સામે કાર્યવાહી થવી જોઇએ.