Zakir Hussain Hospitalised: પ્રખ્યાત તબલા વાદક ઉસ્તાદ ઝાકિર હુસૈનને અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોની તબિયત લથડી છે. રવિવારે તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જણાવવામાં આવી રહ્યું છે કે, ઝાકિર હુસૈનની હાલત હાલ ગંભીર છે. સંગીતની દુનિયામાં વર્ષોથી સક્રિય રહેલા ઝાકિર હુસૈનના લાખો ચાહકો છે. આ સમાચારથી ફેન્સ ખૂબ જ ચિંતિત છે અને સોશિયલ મીડિયા પર તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે.
પત્રકાર પરવેઝ આલમે X (અગાઉના ટ્વિટર) પર ઝાકિર હુસૈનની એક તસવીર શેર કરી છે. આ સાથે તેણે લખ્યું, ‘તબલા વાદક, તાલ વાદક, સંગીતકાર, ભૂતપૂર્વ અભિનેતા અને મહાન તબલા વાદક અલ્લાહ રક્ખાના પુત્ર ઉસ્તાદ ઝાકિર હુસૈનની તબિયત સારી નથી. અમેરિકાની સાન ફ્રાન્સિસ્કો હોસ્પિટલમાં ગંભીર બીમારીઓની સારવાર ચાલી રહી છે. તેમના સાળા અયુબ ઓલિયાએ મને ફોન પર આ માહિતી આપી હતી. લંડનમાં રહેતા ઓલિયા સાહેબે ઝાકીરના ચાહકોને તેમના ઝડપથી સાજા થવા માટે પ્રાર્થના કરવાની અપીલ કરી છે.