Yusuf Pathan: કહ્યું કે,- ‘TMCનો સાંસદ છું તો શું બુલડોઝર ચલાવશે?

By: nationgujarat
21 Jun, 2024

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી અને 2024ની લોકસભા ચૂંટણી લડીને પશ્ચિમ બંગાળના બહેરામપુરથી તૃણમૂલ કોંગ્રેસના સાંસદ બનેલા યુસુફ પઠાણે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. તેમણે 6 જૂને વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મોકલવામાં આવેલી નોટિસ સામે હાઈકોર્ટમાં અરજી કરી છે. તેના પર જમીન પચાવી પાડવાનો આરોપ છે. આ મામલો તાંદલજા સ્થિત VMC માલિકીના પ્લોટને લગતો છે, જે યુસુફ પઠાણને 15 દિવસમાં ખાલી કરવાની સૂચના આપવામાં આવી છે. જો તેઓ આદેશનો ભંગ કરશે તો બુલડોઝરની કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.

ગુજરાત હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં યુસુફ પઠાણે જણાવ્યું હતું કે, ‘તેના પર પ્લોટ પર કબજો કરવાનો આરોપ છે. તેને ખરીદવા માટે તેમણે 2012માં VMCને અરજી કરી હતી. 2 વર્ષ બાદ 2014માં તેમની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી હતી, પરંતુ દરખાસ્ત મંજૂર થઈ ન હતી. હવે તે જ પ્લોટને લઈને વિવાદ છે અને તેને ખાલી કરવાની માંગણી થઈ રહી છે, પરંતુ તેઓ તેને ખરીદવા માંગે છે અને તેના માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે, પરંતુ દરખાસ્ત પર વિચાર કરવાને બદલે, VMC તેમને નોટિસ મોકલી રહ્યું છે. પ્લોટમાંથી બળજબરીથી અતિક્રમણ હટાવવાની ધમકીઓ આપવામાં આવી રહી છે. જો માંગણીઓ નહિ સંતોષાય તો બુલડોઝર ફેરવી કાર્યવાહી કરવાની ચેતવણી આપવામાં આવી છે.’યુસુફ પઠાણે પોતાની અરજીમાં દલીલ કરી હતી કે હવે તેઓ સાંસદ બની ગયા છે. TMCના સાંસદ છે તો શું હેરાન કરવામાં આવશે? આ પ્લોટ તેના ઘરની દીવાલને અડીને આવેલો છે અને તેણે તેના માટે રૂપિયા 50 હજારથી વધુની ઓફર કરી હતી, પરંતુ VMC તેની જીદ પર અડગ છે. આથી તેમણે ગુજરાત હાઈકોર્ટનો આશરો લીધો છે, જેથી હાઈકોર્ટ તેમની સાથે ન્યાય કરે.


Related Posts

Load more