લોન ગેરેન્ટર બન્યા તો તમારે ચૂકવવો પડશે EMI, આ નિયમ ન ખબર હોય તો આજે જ જાણી લેજો

By: Nation Gujarat Team
04 Jun, 2026
નવી દિલ્હીઃ મિત્ર, સંબંધી અથવા પરિવારના કોઈ સભ્યની મદદ માટે લોન ગેરેન્ટર બનવું સરળ લાગી શકે છે. પરંતુ શું તમે જાણો છો કે, જો તે વ્યક્તિ લોન ન ચૂકવી શક્યો, તો EMIનો ભાર તમારા પર આવી જશે? આટલું જ નહીં, તમારા ક્રેડિટ સ્કોર, બચત અને સંપત્તિ પર પણ જોખમ આવી શકે છે. ગેરેન્ટેડ બનતા પહેલા આ 5 મોટા જોખમોને સમજવા બહુ જ જરૂરી છે, નહીં તો એક સારી નિયમ તમને મોટી આર્થિક મુશ્કેલીમાં નાખી શકે છે.
જાણકારી અનુસાર, લોન ગેરેન્ટર તે વ્યક્તિ હોય છે, જે કાયદેસર રૂપથી એ જવાબદારી લે છે કે, જો લોન લેનારો મુખ્ય બોરોઅર રૂપિયા ન ચૂકવી શક્યો, તો તેની જગ્યાએ હું લોન ચૂકવીશ. બેંક સામાન્ય રીતે ગેરેન્ટર ત્યારે માંગે છે, જ્યારે લોન લેનારા વ્યક્તિનો ક્રેડિટ સ્કોર ખરાબ હોય અથવા તેની કમાણી પર બેંકને વિશ્વાસ ન હોય.
લોન ગેરેન્ટર બનવાના 5 મોટા જોખમ- ક્રેડિટ સ્કોર પર અસરઃ જો મુખ્ય બોરોઅર ઈએમઆઈ ચૂકવવામાં વિલંબ કે ડિફોલ્ટ કતરે છે, તો તેની સીધી અસર તમારા ક્રેડિટ સ્કોર પર પડશે.
જૂની લોન ચૂકવવાની કાયદેસરની જવાબદારીઃ જો લોન લેનારો વ્યક્તિ હાથ ઉપર કરીને ભાગી જાય, તો બેંક કાયદેસર રૂપથી તમારી પાસેથી વસૂલાત કરશે. તમને પૂરી લોન તમારા ખિસ્સામાંથી ચૂકવવી પડી શકે છે.
પ્રોપર્ટી અને બેંકે બેલેન્સનું જોખમઃ લોન એગ્રીમેન્ટની શરતો પ્રમાણે, લોન ન ચૂકવવાની સ્થિતિમાં બેંક ગેરેન્ટરની સંપત્તિ, જમીન કે પર્સનલ સેવિંગને વેચીને પોતાના રૂપિયા વસૂલ કરી શકે છે.
તમને લોન મળવામાં મુશ્કેલીઃ તમે પહેલાથી જ કોઈ બીજાની લોનની જવાબદારી સ્વીકારી લીધી હોવાથી, બેંક તમારી પોતાની લોન લેવાની ક્ષમતાને ઓછી માને છે. ભવિષ્યમાં, જ્યારે તમને તમારા માટે અથવા તમારા બાળકો માટે લોનની જરૂર પડે, ત્યારે બેંક તમને નકારી શકે છે.
સંબંધોમાં અણબન અને અદાલતી ચક્કરઃ રૂપિયાનો વિવાદ સારામાં સારા સંબંધને ખતમ કરી દે છે. લોન ડિફોલ્ટ થવા પર ન માત્ર દોસ્તી અથવા સંબંધો તૂટશે, પરંતુ વાત કોર્ટ-કચેરી અને માનસિક તણાવ સુધી પહોંચી શકે છે.

Related Posts

Load more