બ્રિટિશ ભવિષ્ય વક્તા એ આપી નવી મહામારીની ચેતવણી ! રશિયામાં પ્લેગથી વિજ્ઞાનીના મોતથી મચ્યો ખળભળાટ

By: Krunal Bhavsar
07 Oct, 2026

Russian Scientist Mysterious Death: સોશિયલ મીડિયા પર હાલમાં ‘વિનાશ કે મહામારીની ભવિષ્યવાણી કરનાર’ (Prophet of Doom) તરીકે ઓળખાતા એક બ્રિટિશ ભવિષ્યવક્તાની ભવિષ્યવાણી ખૂબ વાઇરલ થઈ રહી છે. રશિયાની એક સિક્રેટ લેબમાં કામ કરતી 28 વર્ષીય યુવા વિજ્ઞાની ડાર્યા શિપિલોવા (Daria Shipilova)ના શંકાસ્પદ મૃત્યુના થોડા જ દિવસો પહેલાં આ ભવિષ્યવક્તાએ એક નવી અને જીવલેણ મહામારી આવવાનો મોટો દાવો કર્યો હતો. હવે લોકો આ વિજ્ઞાનીના મૃત્યુને તે ચેતવણી સાથે જોડીને જોઈ રહ્યા છે.

 

તિબ્બતી ભિક્ષુઓ તરફથી મળી હતી ગુપ્ત જાણકારી

યુકેના રહેવાસી ક્રેગ હેમિલ્ટન-પાર્કર અગાઉ કોરોના મહામારી અને મહારાણી એલિઝાબેથના મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરવાનો દાવો કરી ચૂક્યા છે. ગત મહિને 24 સપ્ટેમ્બરે તેમણે એક વીડિયોમાં ચેતવણી આપી હતી કે દુનિયામાં ફેફસાં પર હુમલો કરનાર એક ખતરનાક બેક્ટેરિયલ મહામારી આવવાની છે, જેને કાબૂમાં લેવી ખૂબ મુશ્કેલ બનશે. હેમિલ્ટને દાવો કર્યો હતો કે તેમના ઘરે અચાનક આવેલા બે તિબ્બતી ભિક્ષુઓએ તેમને આ ગુપ્ત જાણકારી આપી હતી.

AI દ્વારા બીમારી પર કાબૂ મેળવવાનો દાવો

જોકે હેમિલ્ટનની આ વાતનો કોઈ પુખ્ત પુરાવો નથી કે તેમની ભવિષ્યવાણી આ રશિયન ઘટના સાથે જ જોડાયેલી હતી, કારણ કે આવી ભવિષ્યવાણીઓને લોકો પછીની ઘટનાઓ સાથે જોડી દેતા હોય છે. પરંતુ હેમિલ્ટને પોતાના વીડિયોમાં એક આશ્વાસન પણ આપ્યું છે. તેમના મતે, પ્રાચીન તિબ્બતી ગ્રંથોમાં આ બીમારીનો ઇલાજ છુપાયેલો છે અને આ વખતે માનવતા AIની મદદથી ખૂબ જ જલ્દી આ બીમારી પર કાબૂ મેળવી લેશે. હાલમાં અમેરિકન વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ પણ કહ્યું છે કે તેઓ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, પરંતુ હાલમાં ગભરાવાની કોઈ જરૂર નથી.

વિજ્ઞાની ડાર્યા શિપિલોવાનું દર્દનાક મોત અને રશિયામાં હલચલ

આ અજીબોગરીબ ભવિષ્યવાણીના ઠીક પછી સાઇબિરીયાની એન્ટિ-પ્લેગ ઇન્સ્ટિટ્યૂટમાંથી એક ડરામણી ખબર સામે આવી. મીડિયા રિપોર્ટ્સ મુજબ, ત્યાં કામ કરતી વિજ્ઞાની ડાર્યા શિપિલોવા પ્લેગના સૌથી ઘાતક સ્વરૂપ ‘ન્યુમોનિક પ્લેગ’નો શિકાર બની ગઈ હતી. કહેવામાં આવી રહ્યું છે કે લેબમાં કામ કરતી વખતે તેમની પાસેથી લાઈવ બેક્ટેરિયાવાળી ટેસ્ટ ટૂટી ગઈ હતી, જેના કારણે તે આ જીવલેણ સંક્રમણની ચપેટમાં આવી ગઈ અને 1 ઓક્ટોબરે તેમનું મૃત્યુ થયું.

આ ઘટના બાદ રશિયન વહીવટી તંત્રમાં ભારે હડકંપ મચી ગયો છે. હેમિલ્ટને દાવો કર્યો છે કે પુતિન સરકાર આ મામલાને દબાવવાનો પૂરો પ્રયાસ કરી રહી છે, પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ છે. અંદાજે 200 લોકોને ડોક્ટરોની કડક દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે અને ડાર્યા સાથે કામ કરનાર 60થી વધુ સહયોગીઓને તે જ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની અંદર બંધ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ઇરકુત્સ્ક વિસ્તારની પાંચ મોટી હોસ્પિટલોને ‘મહામારી મોડ’ પર મૂકીને ત્રણ અઠવાડિયા માટે સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવી છે.


Related Posts

Load more